પ્રાઈવેટ સ્કૂલને ટક્કર આપે તેવી મનપા સંચાલિત આંગણવાડીમાં સુવિધા
આંગણવાડીના પટાંગણમાં હીંચકા, લપસ્યાઅને જમ્પિંગ સાધનો જેવી આઉટડોર ગેમ્સ વિકસાવવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના બાળકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. યુવા અનસ્ટોપેબલ ફાઉન્ડેશન અને દાતા પ્રદીપભાઈ ધામેચાના આર્થિક સહયોગથી શહેરના 10 આંગણવાડી કેન્દ્રોને ’સ્માર્ટ આંગણવાડી’ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકોને ખાનગી શાળાઓ જેવું જ આધુનિક અને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે આ આંગણવાડી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ પ્રકારના બાળમૈત્રીપૂર્ણ વાતાવરણથી બાળકો શાળા તરફ આકર્ષિત થશે અને તેમનો માનસિક વિકાસ વેગવંત બનશે.”આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, આંગણવાડી વર્કર્સ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગૠઘના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. બાળમૈત્રીપૂર્ણ આંગણવાડીના કારણે બાળકો ખુશીથી, હસતા હસતા આંગણવાડીમાં આવે છે અને રમતાં રમતાં જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, જે પ્રારંભિક શિક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશીએ સમગ્ર ઈંઈઉજ ટીમ વતી આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, યુવા અનસ્ટોપેબલ ફાઉન્ડેશનના સહયોગથી બનાવવામાં આવેલી આ આંગણવાડી કેન્દ્રો એટલી સુવિધાયુક્ત છે કે જે ઊંચી ફી વસૂલતી પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર આપે તેવી ગુણવત્તા ધરાવે છે. આ કેન્દ્રોમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્તમ તક મળશે.પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ દ્વારા પણ આ સમાજહિતના કાર્ય માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર્સ, સ્થાનિક આગેવાનો, આંગણવાડી બહેનો તેમજ બાળકોની માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ યુવા અનસ્ટોપેબલ એન.જી.ઓ.ના આ સમાજોપયોગી કાર્યની પ્રશંસા કરી અને આવા પ્રયાસો સતત ચાલુ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર કાર્યથી શહેરની આંગણવાડી વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થવાની સાથે સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.



