બાળ મજૂરી કરાવનારાઓ વિરુદ્ધ કડક પગલાં જરૂરી
હાથમાં પેન્સિલ પકડવાની જગ્યાએ જ્યારે બાળકના હાથમાં પાડવો પકડેલો જોવા મળે ત્યારે હદયમાં ટીસ ઉઠે છે. ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિને કારણે કુમળી વયમાં આનંદ કરવાની જગ્યાએ બાળકો મજૂરી કરવા માટે મજબૂર બનતાં હોય છે. આવી જ લાચાર પરિસ્થિતિ દૃશ્યમાન થઈ હતી કોટેચા ચોકથી ઈન્દીરા સર્કલ વચ્ચે આવેલાં યુનિવર્સિટી રોડ પર. લાચારી અને મજબૂરીથી મજબૂર કુમળી વયનો બાળક યુનિવર્સિટી રોડ પર જીઓ લાઈનના ખોદકામ કરવાની કામગીરીમાં કામ કરતો જોવા મળ્યો હતો.

- Advertisement -
કોન્ટ્રાકટરો પણ મીઢાં બનીને તેમની પરિસ્થિતિનો લાભ લે છે. બાળમજૂરી પર પ્રતિબંધ હોવા છતાં કોન્ટ્રાકટરો માસુમ બાળકોને મજૂરી પર રાખે છે. પાઠ્ય પુસ્તકો સાથે સમય વિતાવવાની જગ્યાએ પાવડા પકડતાં બાળકો સામે જાણે તંત્રની તો દ્રષ્ટિ જ નથી પડતી. ત્યારે બાળ મજૂરીને પ્રેરિત કરતાં આવા કોન્ટ્રાકટરો વિરુદ્ધ કડક પગલાં લેવા જરૂરી છે.



