યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં નવરાત્રી દરમીયાન નવરંગ ગરબી મંડળ દ્વારા ભવ્ય આયોજનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રી દરમીયાન માં અંબાની આરાધનામાં ભક્તો રંગે રંગાયા છે. રાસ-ગરબા લઇ બાળાઓ પણ નવલા નોરતામાં અવનવા રાસગરબા નાટક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા હોય છે.
- Advertisement -
શેરીમાં ઠેર-ઠેર ગરબી મંડળ દ્વારા રાસગરબા યોજાયા હતા. ત્યારે નવરાત્રી દરમીયાન તા.3થી 11 ઓક્ટોબર સુધી નવદિવસ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી શિવશક્તિ કોલોનીમાં છેલ્લા 25 વર્ષથી મહિલા સંચાલિત નવરંગ ગરબી મંડળ દ્વારા 4થી 12વર્ષની બાળાઓની ગરબી યોજાય છે. જેમાં નવરાત્રી પૂર્વે જ આયોજક પદમાબેન ડોડિયા, મીતાબેન ડોડીયા, હેતલબેન ડોડીયા, બીનાબેન ડોડીયા તેમજ માનસીબેન ડોડીયા દ્વારા બાળાઓને ગરબાની પ્રેક્ટિસ તેમજ અવનવા રાસની તાલિમ સહિતની તૈયારીઓ આરંભી દેવામાં આવે છે. નવ દિવસ સુધી સતત અવનવા રાસ, ઇંઢોણી બેડલા રાસ, જગદંબા રાસ, સ્તુતી રાસ સહિતના અવનવા સ્ટેપ્સ સાથેના રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ નવદિવસ સુધી દરરોજ બાળાઓને નાસ્તો તેમજ લ્હાણી આપવામાં આવી હતી. નવલા નોરતાના અંતિમ દિવસે બાળાઓને ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આગામી પુનમના દિવસે 4થી 12 વર્ષની બાળાઓને નવરંગ ગરબી મંડળ દ્વારા લ્હાણી આપવામાં આવશે તેમજ રાસગરબા રજૂ કરવામાં આવશે.