ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સંયુક્ત ઉપક્રમે ટંકારાના નેસડા (ખા.) ખાતે આવેલી નેસડા (ખા.) પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 5 થી 8 ના કુલ 54 બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ દર્શાવતા વિવિધ આબેહુબ ચિત્રો દોર્યા હતા.આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશિયલ વર્કર દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો અને આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.
ટંકારાના નેસડા ગામના બાળકોએ ચિત્ર દોરીને વ્યસનો છોડવા અપીલ કરી
