બાળકોના નિષ્ણાત ડૉકટર મેહુલ મિત્રા સાથે ખાસ-ખબરની ખાસ વાતચિત
– મીરા ભટ્ટ
બાળકોને મ્યુકોરમાઈકોસિસ થવાની શક્યતાઓ બહુ જ ઓછી છે કેમ કે બાળકોમાં સામાન્ય રીતે સાઈનસ અને ડાયાબીટીસ હોતું નથી જેના કારણે બાળકો આ રોગનો ભોગ બનશે નહીં
દેશભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. કોરોનાની બીજી લહેરે ગુજરાતને મુશ્કેલીમાં મૂકી દીધું હતું જેના કારણે લોકોના જીવ ગયા છે સાથે લોકોમાં કોરોનાને લઈને ભય પણ જોવા મળી રહ્યો છે. આ ભય ઓછો થયો જ નથી ત્યાં હવે ત્રીજી લહેર વધુ ઘાતક નિવડી શકે છે તેવા અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. આ ત્રીજી લહેરમાં બાળકો કોરોનાનો શિકાર થશે તેવું ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દે કેન્દ્ર સરકારની આગોતરી તૈયારી શું હશે તે અંગે પણ લોકો મીટ માંડીને બેઠા છે. માતા-પિતાઓ બાળકોને લઈને વધુ ચિંતામાં મૂકાઈ ગયા છે ત્યારે આ ત્રીજી લહેર બાળકોને કેટલી અસર કરશે? હાલ કોરોના દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસના કેસો રાજકોટ, અમદાવાદ અને સુરત સહિતના અન્ય શહેરોમાં જોવા મળી રહ્યા છે ત્યારે શું ત્રીજી લહેરમાં બાળકો પણ મ્યુકોરમાઈકોસિસનો ભોગ બનશે કે કેમ? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તંત્ર અને સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોના ડોકટરો આ પરિસ્થિતિનો સામનો કરવા કેટલા અંશે તૈયાર છે તે હવે જોવું રહ્યું. બાળકો શા માટે આ ત્રીજી લહેરનો શિકાર બનશે તે અંગે ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. મેહુલ મિત્રાએ ‘ખાસ ખબર’ સાથેની વાતચીતમાં જાણકારી આપી હતી.
- Advertisement -
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં કોરોના થવાની શક્યતા કેમ વધુ જણાઈ રહી છે? ત્યારે ડો. મેહુલ મિત્રાએ જણાવ્યું કે હાલના સમયમાં 18 વર્ષથી ઉપરની વયના દરેકને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્રીજી લહેર આવશે એ પહેલાં 18થી ઉપરના દરેક વયના લોકોમાં સંપૂર્ણ વેક્સિનેશન થઈ ગયું હશે ત્યારે હવે કોરોના થવાનો ભય બાળકોમાં રહેશે કે જેને વેક્સિન આપવામાં આવી નથી ત્યારે આ સંજોગોમાં હવે કોરોનાનો શિકાર બાળકો હોઈ શકે છે પરંતુ જો વહેલી તકે બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવે તો આ ખતરો ટળી શકે છે. જો કે આ અંગે અભ્યાસ ચાલુ જ છે અને એક તારણ મુજબ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર માસથી બાળકોમાં પણ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે. એક પ્રશ્ર્ન એવો પણ ઉભો થાય છે કે શું કોરોનાગ્રસ્ત બાળકોમાં મ્યુકોરમાઈકોસિસ થવાની સંભાવના રહેશે? તો બાળકોને મ્યુકોરમાઈકોસિસ થવાની શક્યતાઓ બહુ જ ઓછી છે કેમ કે બાળકોમાં સામાન્ય રીતે સાઈનસ અને ડાયાબીટીસ હોતું નથી જેના કારણે બાળકો આ રોગનો ભોગ બનશે નહીં. ત્રીજી લહેર બાળકો માટે ઘાતક ન સાબિત થાય તે માટે હવે રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવી જોઈએ. આ માટે વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ શરૂ પણ થઈ ચૂક્યો છે. તો બીજીબાજુ કેનેડામાં તા. 1લી મેથી 12થી 15 વર્ષના બાળકોને રસીકરણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેનેડામાં આ પ્રથમ વેક્સિન છે જે બાળકોને કોરોનાથી રક્ષણ આપશે. આમ કેનેડાએ 12 વર્ષ સુધીના બાળકોના રસીકરણ માટે ફાઈઝર- બાયોએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે તો બીજીબાજુ અમેરિકામાં પણ આગામી દિવસોમાં 12થી 15 વર્ષ સુધીના બાળકો માટે આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી શકે છે. આમ કેનેડામાં પ્રથમવાર બાળકોને કોરોનોની રસી આપવામાં આવી રહી છે જેની કોઈ સાઈડઈફેક્ટ હોય તેવું પણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી. આમ બાળકોમાં વહેલી તકે રસીકરણ થવા લાગે તો ત્રીજી લહેરથી બાળકોને કોરોનાથી રક્ષણ મળી શકે છે.
જો કે બીજી લહેરમાં પણ રાજકોટમાં હજારોની સંખ્યામાં બાળકો કોરોનાનો ભોગ બન્યા છે પરંતુ બાળકોમાં ખૂબ જ માઈલ્ડ અસર જોવા મળી હતી. ઉપરાંત જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા બાળકોને કોરોના થવાની સંભાવના રહેલી હોય છે. આમ પહેલી લહેરમાં વૃદ્ધો, બીજી લહેરમાં યુવા વર્ગ કોરોનાનો ભોગ બન્યા છે ત્યારે ત્રીજીમાં બાળકો શિકાર ન બને તે માટે નિષ્ણાંતોએ ચેતવણી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું કે સરકારે હવે તત્કાળ બાળકોના રસીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ત્યારે હવે એ જોવું રહ્યું કે સરકાર બાળકોના રસીકરણ પર કેટલા અંશે અને કેટલી ઝડપે કામગીરી હાથ પર ધરશે?
જો વહેલી તકે બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવે તો આ ખતરો ટળી શકે છે. જો કે આ અંગે અભ્યાસ ચાલુ જ છે અને એક તારણ મુજબ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર માસથી બાળકોમાં પણ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે.
કોરોનાથી બાળકોને બચાવવા જરૂરી ટિપ્સ
1 બાળકોને પૌષ્ટિક આહાર આપવો.
2 ઘરમાં કોરોના હોય તો કોરોનાના દર્દીથી બાળકને દૂર રાખો.
3 ઘરમાં મોટાઓએ માસ્ક પહેરી રાખવું.
4 બાળકને શરદી કે ઉધરસ ન થાય તે માટે સાવચેતી જરૂરી.
5 ઠંડા પીણાં કે કોલ્ડ્રીંક્સ ન આપવું, ગરમ પ્રવાહી લેવું.
6 બાળકને કોઈ તકલીફ હોય તો હોસ્પિટલ ન જવું અને ફોનથી સારવાર મળે તો તે લેવી જરૂરી.
7 શેરી, ફળિયા કે એપાર્ટમેન્ટમાં બાળકને જવા ન દેવું જોઈએ.- હાથ વારંવાર સાબુથી ધોવા.
8 ટ્યુશનમાં જઈ સાથે બેસી વાચવાની આદતથી બાળકને દૂર રાખો.
9 ઘરમાં ફિઝિકલ એક્ટિવિટી કરાવો જેથી બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધે.
10 બાળકને વિટામીન ‘સી’ અને ઝીંકવાળું સિરપ ચાલુ રાખવું.
2 ઘરમાં કોરોના હોય તો કોરોનાના દર્દીથી બાળકને દૂર રાખો.
3 ઘરમાં મોટાઓએ માસ્ક પહેરી રાખવું.
4 બાળકને શરદી કે ઉધરસ ન થાય તે માટે સાવચેતી જરૂરી.
5 ઠંડા પીણાં કે કોલ્ડ્રીંક્સ ન આપવું, ગરમ પ્રવાહી લેવું.
6 બાળકને કોઈ તકલીફ હોય તો હોસ્પિટલ ન જવું અને ફોનથી સારવાર મળે તો તે લેવી જરૂરી.
7 શેરી, ફળિયા કે એપાર્ટમેન્ટમાં બાળકને જવા ન દેવું જોઈએ.- હાથ વારંવાર સાબુથી ધોવા.
8 ટ્યુશનમાં જઈ સાથે બેસી વાચવાની આદતથી બાળકને દૂર રાખો.
9 ઘરમાં ફિઝિકલ એક્ટિવિટી કરાવો જેથી બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધે.
10 બાળકને વિટામીન ‘સી’ અને ઝીંકવાળું સિરપ ચાલુ રાખવું.