વેકેશન ખુલવાને માત્ર અઠવાડિયાનો સમય બાકી હોય રેસકોસર્ર્, બાલભવન, અટલ સરોવર સહિતના સ્થળે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા
રાજકોટ એટલે રંગીલુ શહેર. રેસકોસર્ર્ પર સવાર વોકિંગ અને એ જ રેસકોસર્ર્ પર સાંજે ફરવા જવા માટે જાણીતા લોકો રંગીલા રાજકોટને વધુ રંગીલુ બનાવી રહ્યું છે. રાજકોટના લોકો ખાવા પીવા અને હરવા ફરવાના ખુબ જ શોખીન છે. રાજકોટના લોકો વેકેશન પડે એટલે તરત જ ફરવા જવાના આયોજન કરવા લાગે છે. રાજકોટમાં ફરવા જવાની વાત આવે એટલે સૌથી પહેલા રેસકોસર્ર્નું નામ સામે આવે છે. જ્યાં બાળકોને ખાવા-પીવા અલગ અલગ રાઈડમાં બેસવાનો આનંદ, બગીચામાં રમવાની મજા સાથે આનંદ કરવા મળે છે. હાલ ઉનાળુ વેકેશનનો સમય ચાલી રહ્યો છે બાળકો આ સમય નો ઉપયોગ હરવા ફરવા અને મોજ મજા કરવા માટે કરી રહ્યા છે. જો કે હવે વેકેસન ખુલવાને માત્ર એક જ અઠવાડિયાનો સમય બાકી હોય રેસકોસર્ર્, બાલભવન, અટલ સરોવર, પ્રદ્યુમ્ન પાર્ક અને ઈશ્વરીયા પાર્ક સહિતના ફરવાના સ્થળ પર મોટી સંખ્યામાં બાળકો માતા પિતા સાથે મનોરંજન કરવા માટે પહોંચી જાય છે. ખાસ કરીને આ ફરવાના સ્થળ પર રવિવારે ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત ન્યારી ડેમ સાઈટ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.