ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
એક તરફ જ્યારે દેશ આધુનિકતા અને કુરિવાજોથી ઉપર ઊઠી રહ્યો છે ત્યારે હજુય કેટલાક સમાજમાં બળ લગ્નની પ્રથા જોવા મળે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારે બળ લગ્ન થતા હોવાની માહિતી સુરેન્દ્રનગર અભ્યમ ટીમને થતા જ ટીમ દ્વારા તાત્કાલિક ગામમાં પહોંચી બાળ લગ્ન અટકાવગા હતા. વર અને વધુ એમ બન્ને પક્ષના પરિવારજનો પાસેથી જન્મના પુરાવા મંગાવતા 15 વર્ષીય સગીરા અને 18 વર્ષીય યુવાન હોવાનું સામે આવ્યું હતું જેથી કાયદાની રૂહે બંનેના લગ્ન થઈ શકે તેમ નહીં હોવાથી આ લગ્ન અટકાવવા હતા આ સાથે અભ્યમ ટીમ દ્વારા બંનેના માતા પિતાને સમજાવી કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રાના ગ્રામ્યમાં 15 વર્ષીય સગીરા અને 18 વર્ષીય યુવકના બાળ લગ્ન અટકાવ્યા
