લગ્નનાં ફૂલેકામાં ‘આજ મેરે યાર કી શાદી હૈ…’ અને ‘પીલે પીલે ઓ મોરે રાજા’ ગીતો પર સીન નાંખનારાઓની પોલીસે ફિલ્મ ઉતારી
પહેલાં સહકાર રોડ પર લગ્નનાં ફૂલેકામાં વરરાજા તથા તેનાં મિત્રોએ દારૂની છોળો ઉડાવી, ઘોડેસવાર વરરાજાએ રિવોલ્વર હાથમાં રાખી સીન નાંખ્યા…
- Advertisement -
પછી પોલીસે આઠેય શખ્સને ઘટનાસ્થળે લઈ જઈ તેમની પાસે રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
દારૂ પીને ફૂલેકામાં નાચતા શખ્સોનો વિડીયો વાયરલ થયો હતો. તે સાતેય શખ્સોને ભક્તિનગર પોલીસે અને રિવોલ્વરથી ફાયરિંગ કરનાર બે શખ્સોને એસઓજીએ ઝડપી લીધા છે. રાજકોટના સહકાર રોડ પર ત્રણ દિવસ પૂર્વે રાત્રિના નામચીન શખસ રાયધન કુંભારવાડિયાના ભાઇ વિજયના લગ્નનું ફૂલેકું નીકળ્યું હતું. ફૂલેકામાં જોડાયેલા તેના મિત્રોએ સરાજાહેર દારૂની છોળો ઉડાવી હતી. એટલું જ નહીં એક શખસે વરરાજાને પોતાની પરવાનાવાળી રિવોલ્વર આપી હતી અને તે રિવોલ્વર હાથમાં રાખી ઘોડેસવાર વરરાજાએ સીન નાખ્યા હતા. આ ઘટનામાં પોલીસે વરરાજા સહિત આઠ શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે આઠેય શખ્સને ઘટનાસ્થળે લઈ જઈ તેમની પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં પોલીસે કહ્યું હતું કે, આખી ઘટના તમે નાચીને બતાવો અને કોને કોને દારૂ પીવડાવ્યો હતો તે પણ બતાવો. આઠમાંથી 7 શખ્સ તો અગાઉ તો દારૂના અનેક કેસોમાં પોલીસ ચોપડે ચડી પણ ચૂક્યા છે. વિડીયો ફરતા થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. સરવૈયા સહિતની ટીમે સહકાર સોસાયટીમાં રહેતા વિજય રાયધન કુંભારવાડિયાનું હોવાનું સ્પષ્ટ કરી સૌપ્રથમ વરરાજાને જ ઝડપી લીધો હતો. ત્રણ દિવસ પૂર્વે જેનું વાજતેગાજતે ફૂલેકું નીકળ્યું હતું તે વિજય કુંભારવાડિયાનું પોલીસ સ્ટેશનમાં આગવી ઢબે પોલીસે ફુલેકું કાઢતાં તે ‘પોપટ’ બની ગયો હતો અને તેણે હાથજોડીને સમગ્ર હકીકત પોલીસ સમક્ષ વર્ણવી દીધી હતી.
- Advertisement -
એક શખ્સે રિવોલ્વર કાઢી વરરાજાનાં હાથમાં આપી: 7નો ગુનાઈત ઈતિહાસ
સોશિયલ મીડિયા પર ચાર વિડીયો ફરતા થયા હતા, જેમાં લગ્નના ફૂલેકામાં એક શખસના હાથમાં દારૂની બોટલ હતી અને એ દારૂની બોટલ તેના મિત્રોના મોઢા તરફ કરતો હતો. બોટલમાંથી દારૂની ધાર થતી હતી. એક શખસે પોતાના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને વરરાજાને આપી હતી અને તેણે ઘોડા પર બેસી હથિયાર સાથે રોફ જમાવ્યો હતો. જ્યારે ઝડપાયેલા સાતેય આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. પ્રોહિબિશન, દારૂ, જાહેરનામાનો ભંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આગવી ઢબે સરભરા કરતા કાયદાનું ભાન કરાવ્યું હતું.