નવા વર્ષે રાજ્ય સરકાર તરફથી એકપછી એક નવા નિર્ણય કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી વાવ-થરાદને એક અલગ જિલ્લો બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માગ હતી. ત્યારે નવા વર્ષ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતને નવા વર્ષની ભેટ આપી છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં બનાસકાંઠામાંથી અલગ કરીને વાવ-થરાદ નવો જિલ્લો બનાવવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. નવા બનેલા જિલ્લાનું વડુમથક થરાદ હશે.
નવા જિલ્લામાં આટલા તાલુકાઓને કરાશે સમાવેશ
બનાસકાંઠા જિલ્લામાં હાલ 14 તાલુકા છે. ત્યારે આ જિલ્લામાંથી વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યા બાદ 8 તાલુકા વાવ-થરાદ જિલ્લામાં જશે જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે.
- Advertisement -
9 મહાનગર પાલિકાની પણ સરકાર કરશે જાહેરાત
વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવાની સાથે સરકાર દ્વારા અન્ય એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આી રહ્યો છે. જેમાં આણંદ,મેહસાણા,વાપી,ગાંધીધામ,મોરબી, સુરેન્દ્રનગર, નવસારી, નડીયાદ, પોરબંદરને મહાનગરપાલિકાઓની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે. સત્તાવાર જાહેરાત આજે ચાર કલાકે થશે.