ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવી ટર્મના એમના શાસનના બે વર્ષ વિના વિવાદ સંપૂર્ણ પારદર્શિતા સાથે પૂર્ણ કર્યા છે. ગુજરાત આજે વિકાસના પાટા ઉપર પુરપાટ ગતિ કરી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિક્ધડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 2 લાખ 82 હજાર ઘર પર સોલાર પેનલ, ઉર્જા સુરક્ષામાં ગુજરાત દેશમાં અગ્રેસર બની ગયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, ઙખઉંઅઢ-ખઅ હેઠળ મળતી સહાય બમણી એટલે કે હવે રૂ.10 લાખ સુધીની સારવાર નિ:શુલ્ક મળે છે. સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો આરંભ થયો છે. વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટના હાઈબ્રિડ રિન્યૂએબલ પાર્કનું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ખેડૂતો અને મહિલાઓ માટે પણ અનેક નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ખાસ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઓખા અને બેટ દ્વારકા વચ્ચે અનોખા સુદર્શન સેતુનું નિર્માણ થયું છે ઉપરાંત દ્વારકામાં એરપોર્ટનું આયોજન થયું છે. દ્વારકા વિશ્વસ્તરનું યાત્રાધામ બને તે માટે આયોજન અમલમાં મુકાયું છે.
ગુજરાતને અવિરત ગતિશીલ બનાવનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સાચા અર્થમાં વિકાસપુરુષ : રાજુભાઈ ધ્રુવ
Follow US
Find US on Social Medias