સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તાએ મુખ્યમંત્રીને પ્રજાવત્સલ ગણાવ્યા, વિકાસના કાર્યોથી ગુજરાત ટોચના રાજ્યોમાં અગ્રીમ હરોળમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકોટ મુલાકાત નિમિત્તે તેમનું સ્વાગત કરતાં સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રાજકોટ-સૌરાષ્ટ્ર પ્રત્યે અનોખો લગાવ ધરાવે છે અને પોતાના શાસનકાળ દરમિયાન શહેર-જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે.
- Advertisement -
રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસલક્ષી નીતિને આગળ વધારી રહેલા નિર્ણાયક અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફરી એક વખત રાજકોટ શહેર અને જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે, જેના માટે રાજકોટની જનતા તેમનો આભાર માને છે.
તેમણે ઉમેર્યું હતું કે, “જ્યાં જ્યાં માનવી ત્યાં ત્યાં સુવિધા”ના મંત્રને સાકાર કરી રહેલા મુખ્યમંત્રી દરિદ્રનારાયણ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવાની હૃદયથી ખેવના ધરાવે છે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હસતાં-હસતાં માર્મિક રીતે ઘણું કહી દેવાની અને ગુજરાતના એક પણ વ્યક્તિને તકલીફ ન પડે તેની રાત-દિવસ ચિંતા કરવાની ક્ષમતાનું પરિણામ છે કે આજે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામી ચૂક્યું છે.