આજે સવારે 9.15 કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવી પહોંચ્યા હતા. સમય અનુસાર જ તેમનું આગમન થયું. તેઓ એરપોર્ટ થી સીધા કરણસિંહજી હાઈ સ્કુલ પાસે આવેલ બાલાજી હનુમાનજી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા. સૌપ્રથમ તેમનું બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી સહિતના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમને ખાસ ફૂલોની પાઘડી પહેરાવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભાવપૂર્વક દર્શન કર્યા, દાદાને તેલ અર્પણ કર્યું અને ત્યારબાદ આરતી કરી. દર્શન બાદ સફાઈ અભિયાનનો ફ્લેગ ઓફ કરી રાજ્યભરમાં પ્રારંભ કરાવ્યો હતો.
- Advertisement -
રાજકોટ ખાતેના બાલાજી હનુમાન મંદિરથી રાજ્યના તીર્થસ્થાનોમાં 'સફાઈ અભિયાન' નો પ્રારંભ. https://t.co/lYoIDRyWiz
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 22, 2023
- Advertisement -
આ સમયે ઉપસ્થિત સૌ સફાઈ કર્મીઓ સાથે વાતચીત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાલાજી હનુમાનજી મંદિર પરિસરમાં સફાઈ પણ કરી હતી. આ સમયે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશભાઈ તીલારા, મેયર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, જિલ્લા ભાજપ આગેવાન ચેતન રામાણી સહિતના નેતાઓ ઉપસ્થિત હતા.