અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ 2.0 “Registration Curtain Raiser” સમારંભ
ગુજરાતમાં ખેલમહાકુંભ 2.0ની આજે વિધિવત જાહેરાત કરવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલમહાકુંભ 2.0નું કર્ટેઇન રેઝર લોન્ચ કરાશે. મહત્વનું છે કે, બીજા તબક્કાના ખેલમહાકુંભ માટે આજથી નોંધણી પણ શરૂ કરાશે. નોંધનીય છે કે, ખેલ મહાકુંભની સફળતા બાદ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માટેનો રાજ્યનો સૌથી મોટો રમતોત્સવ એટલે 'ખેલ મહાકુંભ'.
'રમશે ગુજરાત, જીતશે ગુજરાત'ના મંત્ર સાથે ગુજરાતની યુવાશક્તિ માટે ગ્રામ્યથી રાજ્ય કક્ષા સુધી આયોજિત 'ખેલ મહાકુંભ'માં ભાગ લેવા માટેનું રજિસ્ટ્રેશન આજરોજ તા.23 સપ્ટેમ્બર, 2023થી શરૂ થઈ રહ્યું છે. pic.twitter.com/bLJatGsAJi
— CMO Gujarat (@CMOGuj) September 23, 2023
- Advertisement -
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ખેલમહાકુંભ 2.0નું કર્ટેઇન રેઝર લોન્ચ કરાશે. અમદાવાદના વૈષ્નોદેવી સ્થિત શક્તિગ્રીન કન્વેન્શન સેન્ટરમાં આયોજીત આ ખેલ મહાકુંભ 2.0 “Registration Curtain Raiser” સમારંભમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આજે તા. 23-9-2023 ના રોજ અમદાવાદ ખાતે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ 2.0 “Registration Curtain Raiser” સમારંભ સાંજે 4.30 કલાકે યોજાશે.