-એક બાદ એક આશ્ચર્યસભર આંચકા આપતું ભાજપ
-વડાપ્રધાન મોદી સાથેની આજની મુલાકાતની તસ્વીર ટવીટ કરતા મુખ્યમંત્રી: રાજયના સર્વાંગી વિકાસની ચર્ચા કરી મુલાકાત ઉર્જામય રહી
- Advertisement -
દેશમાં એક બાદ એક મુદા પર જબરા માસ્ટર સ્ટ્રોક તથા સસ્પેન્સ સર્જી રહેલી મોદી સરકાર આગામી દિવસોમાં કોઈ મોટો નિર્ણય લે તેવા સંકેત છે તે વચ્ચે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અચાનક જ દિલ્હીનું તેડુ આવતા તેઓ રવાના થયા હતા અને પાટનગરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહને મળનાર છે
તેની કોઈ રાજકીય એજન્ડા હોવાનો પણ સંકેત છે. ભુપેન્દ્ર પટેલ આજે એકલા જ દિલ્હી જવા રવાના થયા હતા અને ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર પણ મળનાર છે. ભુપેન્દ્ર પટેલ તા.4ના રોજ રાજકોટ આવનાર છે અને એઈમ્સની તૈયારીઓ અંગે પણ તેઓ નિરીક્ષણ કરનાર છે. આમ ગુજરાતમાં અનેક એજન્ડા છે. ઉપરાંત સમાન નાગરિક ધારા અંગે પણ ઉતરાખંડ બાદ ગુજરાતમાં પણ જે રીતે સમાન નાગરિક ધારા અંગે સરકારે કમીટી નિયુક્ત કરી છે. તેના પર ચર્ચા થવાની છે.
આજે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાતનો અવસર ખૂબ ઊર્જામય રહ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. pic.twitter.com/pIkdTee2vD
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 1, 2023
ગુજરાતમાં આગામી સમયમાં ભાજપના સંગઠનમાં પણ ફેરફારની શકયતા છે જે રીતે પક્ષના બે હાઈ પ્રોફાઈલ મહામંત્રીઓના રાજીનામા આવ્યા અને પછી પત્રિકા કાંડ સહિતના વિખવાદો થયા તે પણ ચર્ચાઓ છે. સૂત્રોના જણાવ્યા મુજબ અચાનક જ ‘ગુજરાતના મુદાઓની’ ચર્ચા માટે મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું પણ અચાનક જ તે ગુજરાત ભાજપ અને સચીવાલયમાં ચર્ચાનું કારણ બની ગયુ છે અને હવે આગામી દિવસોમાં તેઓ કઈ રીતે નિર્ણય આવે છે તેના પર સૌની મીટ છે.