PGVCLના 12 સર્કલની 17મી ક્રિકેટ ટુર્નામેન્ટ
મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, વિજેતા ટીમને શિલ્ડ આપી સન્માનિત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
PGVCLના સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલની 17મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો શહેરના માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજથી પ્રારંભ થયો છે. જેમાં રાજકોટ સિટી, ગ્રામ્ય અને કોર્પોરેટ ઓફિસ ઊપરાંત અન્ય જિલ્લાની ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. 22મી સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. આજે ઙૠટઈકના ચીફ એન્જિનિયર જે. જે. ગાંધી અને આર. જે. વાળાએ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં ચીફ એન્જિનિયર વાળાએ ફટકાબાજી કરી ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. પીજીવીસીએલના ચીફ એન્જિનિયર આર. જે. વાળાએ જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટ 22મી ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં દરેક મેચ 25-25 ઓવરના છે અને ફાઇનલ મેચ 40 ઓવરનો રહેશે. કોઈપણ ખેલાડીને ઈજા થાય તો તેના માટે પ્રાથમિક સારવાર આપવા એમ્બ્યુલન્સ રાખવામાં આવેલી છે.
- Advertisement -
પીજીવીસીએલના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આ 17મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આજે પ્રથમ દિવસે રાજકોટ શહેર વર્તુળ કચેરી અને રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી વચ્ચે મેચ રમાઈ રહ્યો છે.