ફાયર NOC, ટેક્સી પાસિંગ સહિતના નિયમોમાં RTOના જડ વલણથી સ્કૂલવાન એસો. લડતના માર્ગે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
- Advertisement -
શાળાઓ શરૂ થતાની સાથે જ ફાયર એનઓસી અને પાર્સિંગ સહિતના આરટીઓના નિયમનો ભંગ થતાં સ્કૂલવર્ધીના વાહનો પર તવાઈ બોલાવવામાં આવી છે. જેની સામે વાન-રીક્ષા ચાલકોમાં રોષ ફેલાયો હતો અને સમય માંગવામાં આવ્યો હતો પરંતુ આરટીઓ અને ટ્રફિકના જડ વલણથી કંટાળેલા સ્કૂલવાન એસોસિએશન દ્વારા આજથી રાજ્યભરમાં અચોક્કસ મુદતની હડતાલ પાડીદેવામાં આવી છે. સ્કૂલવાન ચાલકોની હડતાલથી નોકરી કરતા દંપતિ અને વેપારી વર્ગના વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સવારથી જ શાળાઓ બહાર અંધાધુંધીનો માહોલ જોવા મળ્યો હતો. આજથી રાજ્યમાં સ્કૂલની બહાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા માટે છઝઘઅને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવ યોજાઇ છે પણ તે પહેલાં જ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે પરિણામે આજે સવારથી રાજ્યની 80 હજાર સ્કૂલવાનના પૈડા થંભી ગયા છે. છઝઘઅને ટ્રાફિક પોલીસની સંયુકત ડ્રાઇવમાં નિયમોનો ભંગ કરનાર સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ વર્ધીના વાહનોના ફાયર સેફ્ટી, પાસીંગ, ફિટનેસ સર્ટિફિકેટ સહિત ચેક કરવામાં આવશે. બીજી તરફ હડતાળ પર ઉતરેલા સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા સરકાર પાસે 3 મહિનાની મુદત માંગવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાવમાં પ્રતિ કિમી 100થી 200 રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સ્કૂલ વાહન ચાલકોએ કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ન વતાં આખરે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
વડોદરાના ચાલકો નહીં જોડાતા હડતાળમાં તડા
વડોદરા શહેરમાં આજે સ્કૂલ વાનચાલકોએ હડતાળનું એલાન કર્યું હતું. જો કે, સ્કૂલ વાનચાલકોની હડતાળની અસર જોવા મળી નહોતી. સવારથી જ સ્કૂલ વાનચાલકો બાળકોને લેવા માટે પહોંચી ગયા હતા, જેને કારણે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ વાનચાલકોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે હડતાળ પર ગયા નથી. સ્કૂલ વાનચાલક વિશાલભાઈ દળવીએ જણાવ્યું હતું કે, જો અમે હડતાલ પાડી દઈશું તો વિદ્યાર્થીઓનું ભણતર બગડશે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે અમે સ્કૂલ વાન ચાલુ રાખી છે. આ ઉપરાંત અમે જો હડતાળ પર જઈશું તો વાલીઓ પણ હેરાન થશે. જેથી અમે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં હડતાળ પર ગયા નથી. ભવિષ્યમાં અમને જરૂૂર લાગશે તો અમે હડતાળમાં જોડાઈશું. પણ હાલ પૂરતા અમે હડતાળમાં જોડાયેલા નથી.