ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
સ્વછતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત રાજુલા તાલુકાના છતડીયા ગામે સ્વછતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. અને સફાઇ અભિયાન દરમિયાન તમામ કચરાને એકઠો કરીને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે છતડીયા ગામને સ્વચ્છ અને વિકસિત બનાવવા છતડીયા ગામના આગેવાન વીરભદ્રભાઈ ડાભીયા દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ તકે તાલુકા વિકાસ અધિકારી એન. એ.સરવૈયા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરજકુમાર પુરોહિત, તાલુકા ભાજપ મહામંત્રી વિરભદ્રભાઈ ડાભિયા, સંજયભાઈ કાપડી, સરપંચ મુકેશભાઈ સરવૈયા, રામકુભાઈ ડાભીયા, પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ સોંદરવા, તલાટી કમ મંત્રી ગીગાભાઇ વાઢેર, તથા પંચાયતના સભ્યો, બ્લોક કો ઓર્ડિનેટર એસબીએમ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજુલાના છતડીયા ગામે ‘સ્વછતા હિ સેવા’ અંતર્ગત સ્વછતા અભિયાનનું આયોજન કરાયું



