ફેફસાં પ્લાસ્ટિક કણોને રોકવામાં કે ફિલ્ટર કરવામાં પણ નિષ્ફળ રહ્યા: બ્રિટનના સંશોધકોનો ખુલાસો
ફેફસામાં પ્લાસ્ટીક કણો મળવા સ્વાસ્થ્ય માટે ચિંતાજનક: વૈજ્ઞાનિક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પ્લાસ્ટીક છેલ્લા કેટલાય વર્ષોથી બધે જ છવાઈ ગયુ છે. પર્યાવરણ અને માનવતા આરોગ્ય માટે જોખમી એવા પ્લાસ્ટીકનો સરળતાથી વિનાશ પણ નથી, આ સંજોગોમાં હવે પ્લાસ્ટીકના કણ જીવિત માણસના ફેફસા સુધી પહોંચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વૈજ્ઞાનિકોએ સંશોધનના આધારે દાવો કર્યો છે કે શ્વાસના માધ્યમથી આ કણ ફેફસા સુધી પહોંચ્યા છે.
ફેફસાના નીચલા ભાગમાંથી હવે નીકળવાનો રસ્તો ઘણો નાનો હોય છે, આ સ્થિતિમાં અહીં સુધી પ્લાસ્ટીકનું પહોંચવુ સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે. બ્રિટનના હલ યોર્ક મેડીકલ સ્કુલના વૈજ્ઞાનિકોએ આ સંશોધન કર્યું છે. સંશોધન દળના મુખ્ય પ્રોફેસર લૌરા સદોફસ્કીના જણાવ્યા અનુસાર આ ખુલાસો ઓપરેશન માટે આવેલ દર્દીઓની તપાસ દરમિયાન થયો છે. 13માંથી 11 દર્દીઓના ફેફસામાં પ્લાસ્ટીક જોવા મળ્યું હતું. તેમાં સૌથી વધુ પોલી પ્રોપલીન અને પોલીથીન ટેરીમિથાલેટ (પીટીઈ) મળ્યું છે. પોલી પ્રોપલીન પ્લાસ્ટીક પેકેજીંગ અને પાઈપ બનાવવામાં જયારે પીઈટીનો પ્રયોગ બોટલ બનાવવામાં થાય છે.
- Advertisement -
બ્રાઝિલમાં પરીક્ષણ : 20 શબોમાંથી 13મા મળ્યા પ્લાસ્ટીકના કણ
અત્યાર સુધી એવુ માનવામાં આવતું હતું કે આવા કણોને ફેફસા રોકી લે છે કે ફિલ્ટરથી બહાર કરે છે.
બ્રાઝીલમાં વર્ષ 2021માં એક પરીક્ષણમાં 20 શબોમાંથી 13માં પ્લાસ્ટીકના કણ મળ્યા હતા. અમેરિકામાં 1998માં ફેફસાના કેન્સરથી પીડિત દર્દીઓ પર સંશોધનમાં 100 નમુનામાં પ્લાસ્ટીક, પ્લાન્ટ ફાઈબર (કોટન) મળ્યા હતા.