ગુકેશ હવે 2800 રેટિંગ્સની નજીક: પ્રજ્ઞાનંદે ફેદોસ્ત્રીવને 48 ચાલોમાં હરાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશનું શાનદાર ફોર્મ ચાલું છે. ટાટા સ્ટીલ ચેસ ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવીને તેણે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ગુકેશે દસમાં રાઉન્ડમાં રમતી વખતે 34 ચાલોમાં નેધરલેન્ડ્સના ગ્રાન્ડમાસ્ટર મેક્સ વોરમેરડમને હરાવ્યો છે. તેનાં 7.5 પોઇન્ટ થઈ ગયાં છે અને ટૂર્નામેત્રટમાં ત્રણ રાઉન્ડ બાકી છે. આ વિજય સાથે, દેશનો નંબર વન ખેલાડી ગુકેશ 2800 ની રેટિંગની નજીક પહોંચી ગયો છે. ઉઝબેકિસ્તાનના નોદિરબેક અબ્દુસ્ટારોવએ સર્બિયાના એલેક્સી સરાનાને હરાવીને બીજું સ્થાન મેળવ્યું છે. તે જ સમયે, આર પ્રજ્ઞાનંદે વ્લાદિમીર ફેદોસ્ત્રીવને હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું છે.તેનાં 6.5 પોઇન્ટ છે.ગુકેશ અને વોરમેરડમ વચ્ચે એક સમયે મેચ બરાબરીનો હતો, પરંતુ સિસિલિયનની આ મેચમાં, ગુકેશે બે પ્યાદા પર વિજય મેળવ્યો હતો અને વોરમેરડમને બાજી છોડવાની ફરજ પડી હતી.પ્રજ્ઞાનંદે ફેદોસ્ત્રીવ સામેની રમતમાં તેની પકડ મજબૂત કરી. પ્રજ્ઞાનંદે 48 ચાલોમાં રમથ જીતી હતી. બીજી મેચમાં, પી હરિકૃષ્ણએ યુ.એસ.ના ફૈબિઆનો કારુઆનાને 68 ચાલોમાં ડ્રો રમવા માટે દબાણ કર્યું હતું. અર્જુન એરિગાસીનું નબળું ફોર્મ ચાલું છે. તેણે 10 માં રાઉન્ડમાં ડ્રો પણ રમ્યો હતો. અર્જુનને જર્મનીના વિન્સેન્ટ કીમરે ડ્રો પર અટકાવ્યો હતો. અર્જુન હજી ટૂર્નામેન્ટમાં જીત્યો નથી. બીજા ભારતીય લિયોન લ્યુક મેન્ડોન્કાએ સ્થાનિક ખેલાડી અનિશ ગિરીને ડ્રો પર રોકી લીધો. ચેલેન્જર કેટેગરીમાં, આર વૈશાલીને ચેક રિપબ્લિકના એનગ્યુન થાઇ વેન ડેમના હાથે હાર મળી હતી.