મુંબઇ ઈન્ડિયન્સ આજે હારશે તો નોકઆઉટની રેસમાંથી બહાર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
સતત છ મુકાબલા હાર્યા બાદ ટૂર્નામેન્ટની બહાર થવાના આરે આવેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ગુરુવારે ચેન્નઇ સુપર કિંગ્સ સામે કોઈ પણ ભોગે વિજય હાંસલ કરીને પોતાની આશા જીવંત રાખવાના પ્રયાસ કરવા પડશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઇની ટીમ એક પણ વિજય હાંસલ કરી શકી નથી અને વધુ એક પરાજય તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેશે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇની સ્થિતિ પણ સારી નથી અને તે પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી મુંબઇ કરતાં એક સ્થાન ઉપર છે. મુંબઇ માટે સૌથી મોટી સમસ્યા તેના સુકાની રોહિત શર્માના કંગાળ ફોર્મનું છે.
દિલ્હીએ પંજાબને 9 વિકેટથી હરાવ્યું
પંજાબ માત્ર 115માં ઑલઆઉટ : 57 બોલ પહેલાં જ દિલ્હીએ ટાર્ગેટ ચેઝ કર્યો : ડેવિડ વોર્નરના અણનમ 60 રન અને પૃથ્વી શોના 41 રન : કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ
- Advertisement -
બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ઓપનર ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ કરેલી આક્રમક બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે કોરોનાના સંક્રમણના ભય વચ્ચે આઇપીએલના 32મા લીગ મુકાબલામાં પંજાબ કિંગ્સને એકતરફી અંદાજમાં નવ વિકેટે પરાજય આપ્યો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરનાર પંજાબની ટીમ 115 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. પંજાબના સાત બેટ્સમેન બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા. આસાન ટાર્ગેટ ચેઝ કરનાર દિલ્હીની ટીમે 10.3 ઓવરમાં જ એક વિકેટના ભોગે 119 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. પંજાબની ટીમે વર્તમાન ટૂર્નામેન્ટનો લોએસ્ટ સ્કોર પણ નોંધાવ્યો હતો.


