કોલકાતા પ્રથમવાર IPL ફાઈનલ હાર્યું: ઋતુરાજે ઓરેન્જ કેપ મેળવી, હર્ષલ પટેલે 32 વિકેટ ઝડપી પર્પલ કેપ મેળવી : શાર્દૂલ ચેન્નઈનો સૌથી સફળ બોલર બન્યો
ખાસ-ખબર સંવાદદાતા
IPL 2021માં ચેન્નઇ સુપરકિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા કોલકાતાને 27 રનથી હરાવીને ચોથીવાર IPLનું ટાઇટલ જીતી લીધું છે. આ સીઝનમાં ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપ મેળવી હતી અને શાર્દૂલ ઠાકુર ચેન્નઈનો સૌથી સફળ બોલર બન્યો હતો. જ્યારે આ સીઝનમાં 32 વિકેટ ઝડપનાર હર્ષલ પટેલને પર્પલ કેપ મળી હતી. ચેન્નઈએ આપેલ 193 રનના લક્ષ્યાંક સામે કોલકાતાએ સારી શરૂઆત કરી હતી. ઓપનર શુભમન ગિલ (51 રન) અને વેંકટેશ અય્યર (50 રન) વચ્ચે પહેલી વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાવી હતી.
- Advertisement -
જોકે ત્યાર બાદ કોલકાતાના ખેલાડીઓ પત્તા ધરાશાયી થાય તેમ એક પછી એક આઉટ થઇ ગયા. એક સમયે કોલકાતાની 93માં 2 વિકેટ હતી અને ત્યારબાદ 125 રનમાં 8 વિકેટ પડી ગઇ હતી. આમ કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 165 રન જ કરી શક્યું હતું. ચેન્નઇ એ આ સાથે જ ચોથીવાર IPLનું ટાઇટલ જીત્યું છે. ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું કોલકાતાનું સપનું તૂટ્યું હતું.
- Advertisement -
2023 વર્લ્ડ કપ સુધી દ્રવિડ ટીમ ઈન્ડિયાનાં નવા હેડ કોચ
ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડ હવે ભારતીય ક્રિકેટ ટીમનો કોચ હશે. તે ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ સાથે જોડાશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર, દ્રવિડ શુક્રવારે આઇપીએલની ફાઇનલ દરમિયાન કોચ બનવા માટે સંમત થયો હતો. દુબઈમાં બીસીસીઆઈના સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે દ્રવિડ સાથે બેઠક યોજી અને ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમમાં જોડાવા માટે કહ્યું. દ્રવિડ 2023 વર્લ્ડ કપ સુધી ટીમનો હેડ કોચ રહેશે. દ્રવિડ ઉપરાંત પારસ મહામ્બ્રેને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેનો કાર્યકાળ પણ 2023 વર્લ્ડ કપ સુધી પણ રહેશે.