નાગેશ્ર્વર વિસ્તારમાં 20 ધંધાર્થીને ત્યાં ચેકિંગ: 17 સેમ્પલ લેવાયા, 11 પેઢીને લાઈસન્સ બાબતે નોટિસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે જામગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં ખાણી પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટ ડેરીમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઠંડા-પીણાં, દૂધ, બેકરી પ્રોડક્ટસ, મીઠાઇ, ઉપયોગમાં લેવાતા ખાદ્ય-તેલ, મસાલા વગેરેના ફૂલ 17 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે કુલ 11 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
હોળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ્યારે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ખજૂર, હારડા, દાળિયાના નમૂના લેવામાં આવ્યા હતા. પરાબજારના અબ્દુલહુસૈન શેખભાઈ એન્ડ સન્સમાંથી જાયદી ખજૂર, રૈયા રોડ પર આવેલા અરિહંત સ્ટોરમાંથી હારડા, એન.બી. બ્રધર્સમાંથી દાળિયા તથા ઈન્દ્રલોક રેસીડેન્સીમાં આવેલી ધનશ્યામ પ્રોવિઝન સ્ટોરમાંથી ખજૂરના નમૂના લેવામાં આવ્યા હતા.