ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
હાલ ઉનાળાની સીજન હોય કેરીનું ધૂમ વેંચાણ થઇ રહ્યુ છે બજારમાં અનેક સ્થળોએ કેરીના રસના ધંધાર્થીઓ દ્વારા સરનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અનેક ઘરો તથા પ્રસંગોમાં ઘરના રસને બદલે બહારથી જ રસ ખરીદવામાં આવતો હોય છે જે રસ ખરીદવામાં આવતો હોય છે જેરસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે જૂનાગઢ શહેર ઉપરાંત કેશોદ, માણાવદર અને માંગરોળ ત્રણ તાલુકા ચાર ગામોમાં કેરીનો રસ વેંચતા વેપારીઓની દુકાનોમાં ચેકીંગ હાથ ધરી કેરીના રસના 4ર નમૂના લેવામાં આવ્યા હતા.
- Advertisement -
ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા રસના સ્ટોરેજ કરવા તથા કેમિકલ મિશ્રિત કરવામાં આવે છે કેમ સહિતના મુદ્દે જૂનાગઢ શહેરમાંથી 8 અને અન્ય 3 તાલુકામાંથી 34 મળી કુલ કેરીના રસના નમૂના એકત્ર કરી વડોદરા લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલાયા હતા.