પારેવડી ચોક તથા કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 26 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સતત વધતા રોગચાળાને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓ સામે ફૂડ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ત્યારે પારેવડી ચોક તથા કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 26 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે કોઠારીયા રોડ પર આવેલા શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂરના લાડુ, રૈયા રોડ પર આવેલા બાલાજી ફરસાણમાંથી તીખા ગાંઠિયા અને લેસેન્જ ગ્રીલ, યુનિવર્સિટી રોડ પરથી ચીકન મસાલાના નમૂના લેવાયા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા પારેવડી ચોક તથા કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ (01)નટરાજ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જોકર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)રાધે નાસ્તા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)લક્ઝરીયસ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)અમૃત ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ગાયત્રી મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ધીરજ ફરસાણ સ્વીટ માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)હરી ઓમ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.