ચૂંટણી જાહેર થતાં જ ચેકિંગ સ્ક્વોડ મેદાને
રાજકોટ શહેરને જોડતા નેશનલ અને રાજય ધોરીમાર્ગો પર પસાર થતા વાહનોમાં મોટાપાયે રોકડ, સોના-ચાંદી કે દારૂની હેરફેર અટકાવવા માટે વાહન ચેંકિગ શરૂ કરી દેવામાં આવ્યું છે.ચુંટણીપંચના આદેશની રાજકોટ જિલ્લાની તમામ ચેક પોસ્ટ પર ચેંકિગ સ્કવોડની સાથે ફલાઇગ સ્કવોડ, સ્ટેટીક સ્કવોડ પણ કાર્યરત કરી દેવામાં આવી છે. જેમાં પોલીસની સાથે ઇન્કમટેકસના કર્મચારી, જી.એસ.ટીના કર્મચારી સહીતના ઓની અલગ અલગ સ્કવોડમાં નિમણુંક કરવામાં આવી છે.