શાહનામા
– નરેશ શાહ
જિંદગી જીવવાની ન હોય, માણવાની હોય
- Advertisement -
યમરાજ કોલિંગમાં આમ જૂઓ તો પોતાના કામ-વ્યવસાયમાં ગળાડૂબ રહેનારાં આપણા જેવા લોકોની જ વાત છે, વેબસિરિઝનું મુખ્ય કિરદાર અમર મહેતા એ આપણું જ પ્રતિક છે…
સૌથી વધુ માર્ક વેબસિરિઝના રાઈટર ભાર્ગવ ભરત ત્રિવેદી અને દિગ્દર્શક ધર્મેશ મહેતાને આપવા પડે. તેમણે લખેલા સંવાદોમાં ચાંપલાપણું નહીં, પણ ચોટ છે.
અબ્દુલ કલામસાહેબનું વાયરલ થયેલું એક ક્વોટ છે : સપનાં એ નથી, જે તમને ઊંઘમાં આવે. સપનાં એ છે કે જે તમારી ઊંઘ ઉડાડી દે. નિંદર હરી લે. બેચેન બનાવી દેતાં આવા સપનાં ખરેખર તો આપણી જિંદગીને એક ભંગારવાડો બનાવી દેનારાં હોય છે, જેના પર ઠાઠમાઠથી ખુરશી નાખીને બેસવાનું પણ આપણા ભાગે જ આવે છે… શેમારૂ મી પર ર0ર1માં સ્ટ્રીમ થયેલી યમરાજ કોલિંગ નામની ગુજરાતી વેબસિરિઝ સપનાંઓ પાછળની આવી આંધળી દોટ લગાવનારાંઓને બાવડેથી ખેંચીને ખાઈમાં પડતાં બચાવી લેવાની ક્ષમતા ધરાવે છે. ઓટીટી પ્લેટફોર્મ પર સામાન્ય રીતે પાંચથી સાત-આઠ કલાકની વેબસિરિઝ મૂકાતી હોય છે પરંતુ છ એપિસોડવાળી યમરાજ કોલિંગ લગભગ અઢી કલાકમાં (એક ફિલ્મ જેટલી અવધિ) પૂરી થઈ જાય છે એટલે વીકએન્ડમાં ફેમિલી સાથે બેસીને ટેસથી જોઈ લેવા જેવી છે.
- Advertisement -
બતૌર શર્ત એ છે કે, સિરિઝ જોયા પછી ફેમિલી મેમ્બર સામે આંખ મિલાવી શક્વાની તમારામાં હિંમત જોઈએ કારણકે, યમરાજ કોલિંગમાં આમ જૂઓ તો પોતાના કામ-વ્યવસાયમાં ગળાડૂબ રહેનારાં આપણા જેવા લોકોની જ વાત છે. વેબસિરિઝનું મુખ્ય કિરદાર અમર મહેતા એ આપણું જ પ્રતિક છે…
ઈન્વેસ્ટમેન્ટ અને વીમા પોલિસીનું કામ કરતાં અમર મહેતા પણ આપણી જેમ જ પુત્રને ડોકટર બનાવવા માંગે છે. પત્નીને દશ તોલાનો સેટ અપાવવા માંગે છે. બાપુજી માટે વિશાળ બંગલો લેવાના અને રેડિયોજોકી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવવાનું ખ્વાબ લઈને એ ઘાંચીના બળદની જેમ કામ કરે છે… પરિવારમાં બધાને અમરથી અસંતોષ છે પણ અમર પાસે એક જ આશ્ર્વાસન છે : હું આ ભાગાદોડી પરિવાર માટે જ તો કરું છું.
આપણી જેમ જ અમર પ્રસંગો કે તહેવારો કરતાં કામ અને કમાણીને વધુ પ્રાધાન્ય આપે છે અને આપણી જેમ જ, એ પોતાના માટે પણ ખર્ચ નથી કરતો. દાયકાઓ જૂનું સ્કૂટર વાપરે છે અને બગડી જાય ત્યારે તેને પગપાળા ખેંચે છે પરંતુ પરિવાર માટેના લાગતા પોતાના એ સપનાંઓ પૂરા કરવામાં એ એવો ગુલતાન છે કે મેરેજ એનિવર્સરી પર પત્ની માનસીને પચાસ હજારના મ્યૂચ્યુઅલ ફંડ ખરીદીને ગિફટ કરે છે, જેના પાંચ વરસ પછી સવા લાખ રૂપિયા થઈ જશે પણ…
એક રાતે એવી ઘટના બને છે કે એ સ્વયં હેબતાઈ જાય છે. એ રાતે સ્વયં યમરાજ અમર મહેતાને લઈ જવા આવે છે અને… પ્રથમ એપિસોડમાં કહેવાયેલી આ વાત પછી સતત એવું બને છે કે અનેક પ્રસંગો પર તમને ખુદ તમારા પર ગ્લાનિ થવા માંડે છે.
સોશ્યલ મિડિયા ભલે, એવી છાપ ઉભી કરે કે ગુજરાતી ભાષામાં દર વરસે પાંચ-સાત ફિલ્મો ઓસ્કાર જીતે એ કક્ષ્ાાની બની રહી છે પરંતુ હકિક્ત એ છે કે ગુજરાતી ફિલ્મો (કેવી રીતે જઈશ, હેલ્લારો જેવા અપવાદ બાદ કરતાં) અને વેબસિરિઝ (વિઠ્ઠલ તીડીને બાદ કરતાં)માં ચોંટાડી રાખે તેવા ચમત્કૃતિનો સદંતર અભાવ જ હોય છે. યમરાજ કોલિંગ તેનાથી અલગ પડે છે, વિષયવસ્તુ અને રજૂઆતના મામલે પણ.
સૌથી વધુ માર્ક વેબસિરિઝના રાઈટર ભાર્ગવ ભરત ત્રિવેદી અને દિગ્દર્શક ધર્મેશ મહેતાને આપવા પડે. તેમણે લખેલા સંવાદોમાં ચાંપલાપણું નહીં, પણ ચોટ છે. અમર મહેતા (દેવેન ભોજાણી) ના શિક્ષ્ાક પિતા (દિપક ઘીવાલા) માટે લખાયેલા સંવાદો અને શાયરી જચે છે તો દેવેન ભોજાણીએ તો સંવાદ તેમજ અભિનયની ટોપના પેટની જુગલબંદી કરી છે. દેવેન ભોજાણી એક ક્સાયેલાં અભિનેતા તો છે જ, પણ ભાષાશુધ્ધિ વગરનો તેમનો તળપદો લહેજો વેબસિરિઝને એકદમ સહજ બનાવે છે. યમરાજ તરીકે મનન દેસાઈ ઓકે છે. અમર મહેતાના પુત્રપુત્રીનું પાત્ર ભજવનારાં મીત શાહ – માઝેલ વ્યાસ ખટક્તાં નથી પણ અમર મહેતાના પત્ની માનસી તરીકે નિલમ પંચાલે કલાઈમેક્સ વખતે કમાલ કરી છે. બેશક, એ વખતનો તેના મોનોલોગના સંવાદો આર્ટિફિશ્યલ લાગે છે પણ તેમાં પત્નીની ફિલિંગ્ઝ બરોબર ઝિલાઈ છે.
માનસી પતિ અમરને કહે છે : મારે તો તમારી સાથે બુઢૃા ય થવું છે… અને મારા એકેય સપનાં એવા નથી કે જેમાં તમારે પૈસા ભારનો ય ખર્ચ થાય.
મૃત્યુની અસંભવ અદલાબદલી
ગમે તેવી ખરાબ હોય છતાં માણસનો પોતાની જિંદગી માટેનો મોહ એવરગ્રીન જ હોય છે. યમરાજ ડેલી ખખડાવે તો છૂપાઈ જવાનું મન થાય પણ એમ થોડું બચી શકાય છે ? પરિવારની આવી જ પાકટ વ્યક્તિ (સઈદ ઝાફરી) ને પણ મૃત્યુના દેવતા લેવા આવે છે ત્યારે પાકટ વ્યક્તિ અનેક દુહાઈ આપીને યમરાજને ટાળે છે પણ યમરાજે તો આજે કોઈને લઈ જઈને ટાર્ગેટ પૂરો જ કરવાનો છે… તમે મારી બદલે ઉપલા માળે એકલા રહેતાં (મનમોહન ક્રિષ્ના) ને લઈ જાવ તો હું અધૂરી ઈચ્છાઓ-જવાબદારી પૂરી કરી શકું સઈદ જાફરીની આ ઓફર સ્વીકારી લઈને યમરાજ એકલાં વૃદ્ઘને ઉંચકી જાય છે અને તેની જિંદગીના દિવસો સઈદ ઝાફરીને મળે છે પણ પછી… 1984માં બનેલી અસંભવ ફિલ્મની થીમ ખૂબ સરસ છે. રોહિણી હટંગડી, રામેશ્ર્વરી જેવી સ્ટારકાસ્ટ ધરાવતી આ ફિલ્મ કોઈને ધ્યાન ચડી નહોતી પરંતુ તેમાં એક સબક-બોધપાઠ છે. સમજવો હોય તો ફિલ્મ યુ ટયુબ પર ઉપલબ્ધ છે.