ઇન્ટરનેશનલ હોકી ફાઉન્ડેશ પર ભારત પાસે ગોલ્ડ ચોરી કરવાનો અને ખોટી રીતે ભારતને ફાઇનલથી દૂર કરવાનો આરોપ લગાવ્યો છે
ભારતીય મહિલા હોકી ટીમનું કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ જીતવાનું સપનું ઓસ્ટ્રેલીયાએ તોડી નાખ્યું છે. પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને 3-0થી હરાવી દીધું છે. જો કે આ હાર પછી ઓસ્ટ્રેલીયા પર લોકો ચીટિંગનો આક્ષેપ લગાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે છે ઓસ્ટ્રેલીયાની એ જીત ચોરી કરેલ છે. ઓસ્ટ્રેલીયાના પહેલા પેનલ્ટી સ્ટ્રોક ચૂક્યા પછી આવું કહેવામાં આવી રહ્યું છે. જો કે સ્કોર બરાબર થયા પછી બંને તેમઓ વચ્ચે પેનલ્ટી શુટઆઉટ ખેલાયું હતું.
- Advertisement -
https://twitter.com/Send4Singh/status/1555688816031186945?r
સવિતાની કોશિશ નાકામયાબ
ઓસ્ટ્રેલીયાની ટીમ પહેલા પેનલ્ટી સ્ટ્રોક પર ચૂકી ગઈ હતી. ભારતીય કેપ્ટન સવિતાએ જોરદાર બચાવ કર્યો હતો પણ અધિકારીઓએ ઓસ્ટ્રેલીયાને ફરી એ પહેલો સ્ટ્રોક આપી દીધો હતો કારણકે ટાઈમર એ સમયે શરૂ નહતું થયું. એ પછી બીજો મોકો મળવા પર ઓસ્ટ્રેલીયાએ ગોલ કરી દીધો હતો. એ પછી ઓસ્ટ્રેલીયાની મહિલા ખેલાડીઓએ બીજા બે ગોલ કર્યા હતા. ત્યારે ભારત તરફથી નેહા, નવનીત કૌર અને લાલરેમ્સયામી ગોલ નહતી કરી શકી.
https://twitter.com/Abushahma007/status/1555756455680442369?r
- Advertisement -
આ વાતને કારણે ભારતીય ટીમ પરેશાન થઈ ગઈ હતી. ભારતીય કોચે એ ઘટના વિશે કહ્યું કે મને સમજમાં ન આવ્યું કઈં કે આ શું કર્યું. ઓસ્ટ્રેલીયા પણ કોઈ શિકાયત નહતું કરી રહ્યું. પણ ફેન્સને એ વાત પસંદ ન આવી અને નારાજગી જાતવતા એમને ઇન્ટરનેશનલ હોકી ફાઉન્ડેશ પર ભારત પાસે ગોલ્ડ ચોરી કરવાનો અને ખોટી રીતે ભારતને ફાઇનલથી દૂર કરવાનો આરોપ લગાવ્યો છે. ફેન્સ કહી રહ્યા છે કે આટલા મોટા ઇવેંટમાં આવી ભૂલ કેમ શક્ય છે. લોકો આને દિવસના અંજવાળામાં ચોરી કર્યું પણ ગણાવી રહ્યા છે.