ChatGPT હવે કૉલ્સ અને વૉટ્સએપ પર પણ વાપરી શકાશે. ઓપનએઆઈએ (OpenAI) તેના ચેટબોટને કોલ અને વોટ્સએપમાં પણ ઉમેર્યા છે. જો કે હાલ બધા માટે આ સર્વિસ ઉપલબ્ધ કરાઇ નથી પણ જ્યાં વ્હોટ્સએપ પર ચેટબોટ છે જેને આ ChatGPT સર્વિસ મળી શકશે. જાણો તમે WhatsApp પર તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો.
WhatsApp પર ChatGPT કોને મળશે?
- Advertisement -
જ્યાં પણ ChatGPT સેવા પહેલેથી ઉપલબ્ધ છે ત્યાં ChatGPT WhatsApp પર ઉપલબ્ધ રહેશે. કંપનીએ કહ્યું, ‘આને શરૂ કરવા માટે, અમેરિકામાં દર મહિને વૉઇસ કૉલ્સ પર 15 મિનિટની ChatGPT ઍક્સેસ મળશે. હાલના તબક્કે આ એક પ્રયોગાત્મક પગલું છે અને તેથી ઉપલબ્ધતા અને સમય મર્યાદામાં બદલાવ પણ આવી શકે છે.
અદ્યતન સુવિધા માટે પરંપરાગત ChatGPT બેસ્ટ વિકલ્પ
કંપની આ નવી રીતે ChatGPT એ લોકો માટે સરળ મધ્યમથી પહોંચાડવા માંગે છે જેઓએ હજુ સુધી AI નો વપરાશ કર્યો નથી. એક રિપોર્ટ અનુસાર આ ફીચરને થોડા અઠવાડિયામાં જ ડેવલપ કરવામાં આવ્યું છે. ફોન લાઇન પર ChatGPT ને ઍક્સેસ કરવા માટે OpenAI ના રીઅલ-ટાઇમ API નો ઉપયોગ કર્યો છે. જ્યારે GPT 4o Mini WhatsApp પર ઉપલબ્ધ છે. જે API ની મદદથી જોડવામાં આવ્યું છે. જો કે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જેઓ અદ્યતન સુવિધાઓ, ઉચ્ચ વપરાશ મર્યાદા અને વ્યક્તિગત અનુભવ ઇચ્છતા હોય તેઓએ તેમના પરંપરાગત ChatGPT એકાઉન્ટનો ઉપયોગ કરવો જોઈએ.
- Advertisement -
WhatsApp પર ChatGPTનો ઉપયોગ
યુ.એસ.માં વપરાશકર્તાઓ 1-800-ChatGPT પર કૉલ કરીને આ ચેટબોટને ઍક્સેસ કરી શકે છે. તમે આ ચેટબોટને લેન્ડલાઈન દ્વારા પણ એક્સેસ કરી શકો છો. તેને WhatsApp પર એક્સેસ કરવા માટે તમારે 1-800-242-8478 પર મેસેજ કરવો પડશે. આ નંબર પર મેસેજ કરીને તમે ChatGPT એક્સેસ કરી શકશો.