કંગાળ ક્રેડિટ રેટિંગ છતાં પણ અંબાણી જુનિયરની કંપનીઓને જંગી ધિરાણ કરાયુ હતું
રૂા.2797 કરોડના લોન ડિફોલ્ટમાં અંબાણી સામે કાર્યવાહી વધુ આગળ વધી: રાણાકપુર ઉપરાંત તેમના પત્ની અને બે પુત્રીઓ સામે પણ ચાર્જશીટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રિલાયન્સ એડીએજી ના વડા અને અનેક બેન્ક લોનમાં ડિફોલ્ટર થયેલા ઉદ્યોગપતિ અનિલ ધીરુભાઈ અંબાણીની મુશ્ર્કેલી વધતી જાય છે અને યસ બેંક સાથેના રૂા.2797 કરોડના લોન ફ્રોડમાં સીબીઆઈએ અંબાણી જુનીયર તથા બેંકના પુર્વ ચેરમેન રાણાકપુર તેમના પત્ની બિન્દુ તથા બે પુત્રી રાધાકપુર અને રોશની સામે ચાર્જશીટ દાખલ કર્યુ છે.
જેમાં જણાવાયું છે કે, અનિલ અંબાણીની કંપનીઓ રિલાયન્સ એડીએ કોમર્સીયલ ફાયનાન્સ અને રિલાયન્સ હોમ ફાયનાન્સ લી. નું ક્રેડીટ રેટિંગ અત્યંત કંગાળ હોવાની સાથે તેને ‘અન્ડર વોચ’ કંપની તરીકે દર્શાવાઈ હોવા છતાં પણ યસ બેંકના સહસ્થાપક રાણાકપુરે આ કંપનીઓને જે ધિરાણ કર્યુ હતું તે બાદમાં ડિફોલ્ટ જાહેર થયુ હતું. આ અંગે રૂા.2797 કરોડની રકમમાં બેંક ફ્રોડનો કેસ દાખલ કરાયો છે. જેમાં ઈડીએ પણ તપાસ કરી છે. જયારે સીબીઆઈએ ખાસ કોર્ટમાં અનિલ અંબાણી અને રાણાકપુર સહિતના સામે ચાર્જશીટ દાખલ કરતા હવે આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર છે. આરોપ એવો છે કે આ ધિરાણ માટે અનિલ અંબાણીએ મોટી રકમની લાંચ આપી હતી. જેમાં તેની અનેક સબસીડરી કંપનીઓ પણ સામેલ છે.



