ગુજરાતના ઇતિહાસની ખૂબ મોટી દુર્ઘટનામાં સૌથી ઝડપી ચાર્જ ફ્રેમ : એડવોકેટ સુરેશ ફળદુ
કોર્ટે આગળની કાર્યવાહી માટે 31 જુલાઈની મુદ્દત આપી
- Advertisement -
આરોપી જયદિપ ચૌધરીએ મુદ્દત માગતા કોર્ટે દંડ કરવાનું કહેતા પરત ખેંચી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આજરોજ કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. આરોપી જયદિપ ચૌધરી દ્વારા મુદ્દત માંગવામાં આવતા કોર્ટે આકરો દંડ કરવા કહેતા જયદિપ ચૌધરીએ અરજી પરત ખેંચી લીધી. ચાર્જ ફ્રેમ કરતા સુનાવણી શરૂ કરવામાં આવી.₹
હવે આગળ ક્યાં સાક્ષીને પહેલા બોલાવવા એ અંગે જાણ કરવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલ ચકચારી દુર્ઘટનાઓની ઘટનામાં સૌથી ઝડપી TRP અગ્નિકાંડ કેસ ચાર્જ ફ્રેમ થયા હોવાનો રાજકોટ બારના પૂર્વ ઉપપ્રમુખ વકીલનો સુરેશ ફળદુએ જણાવ્યુ છે. 25 મે 2024ના રોજ અગ્નિકાંડ થયો હતો. હવે 17 જુલાઈએ ચાર્જ ફ્રેમ થયો છે.
આમ 418 દિવસમાં ચાર્જ ફ્રેમ થઈ ગયો છે. આમ રાજકોટ ઝછઙ ગેમઝોન અગ્નિકાંડ કેસના તમામ 15 આરોપીઓ વિરુધ્ધ તહોમત ફરમાવવામાં આવી છે. આગામી મુદ્દત 31 જુલાઈ, 2025 નક્કી કરવામાં આવી છે.
- Advertisement -
ગત 16 જુલાઈ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એવા આરોપી ઈલેશ ખેરની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગેમઝોન અગ્નિકાંડ કેસમાં કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હોવાથી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કેસમાં કુલ 15 આરોપી પૈકી 5 આરોપી જામીન પર મુક્ત થતાં હવે 10 આરોપી રાજકોટ જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે 5 પૈકી 3 આરોપીને હાઇકોર્ટ દ્વારા એક આરોપીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા અને ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.



