બહુમતી ન હોવા છતાં પણ સતા માટે ભાજપની ચાલ: બેઠક મુલત્વી
દિલ્હી મહાનગરપાલિકામાં નવા મેયર, ડે.મેયર સહિતની ચૂંટણીમાં બહુમતી મેળવનાર આમ આદમી પાર્ટી અને મુખ્ય વિપક્ષ ભાજપ વચ્ચે જબરી ઘમાસાણની સ્થિતિ બની છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બહુમતી સાથે સતા મળી છે અને આજે મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી પુર્વે જ ભાજપે ઉપરાજયપાલ મારફત દાવ ખેલીને પહેલા સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા 10 સભ્યોને શપથ લેવડાવવાનું શરુ કરાતા જ જબરો હંગામો શરુ થઈ ગયો હતો.
- Advertisement -
આમ આદમી પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે પહેલા ચુંટાયેલા સભ્યોને શપથ લેવડાવવા જોઈએ અને ત્યારબાદ જે સરકાર દ્વારા નિયુક્ત સભ્યો છે તેને શપથવિધિ કરી શકાય છે કારણ કે તેમને મતાધિકાર હોતો નથી. બીજી તરફ ઉપરાજયપાલ દિલ્હી મહાનગરપાલિકામાં સ્પીકર તરીકે પણ ભાજપના કોર્પોરેટર સત્યા ઠાકોરને નિયુક્ત કરી દીધા હતા અને તેઓએ સરકાર દ્વારા નિયુક્ત સભ્યોને શપથ લેવડાવવાનું શરુ કરતા જ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરોએ વિરોધ શરુ કર્યો હતો.
#WATCH | Delhi: Huge ruckus at Civic Centre, before the commencement of voting for the Delhi Mayor elections, regarding swearing-in of nominated councillors. pic.twitter.com/BCz3HLC9qL
— ANI (@ANI) January 6, 2023
- Advertisement -
જેના કારણે જબરી ઘમાસાણની સ્થિતિ સર્જાતા જ એક કલાક માટે આજની બેઠક મુલત્વી રાખવી પડી હતી જયારે ભાજપને આપ ને ભીડવવા માટે અહી બહુમતી ન હોવા છતાં પણ મેયર અને ડે.મેયર પદ માટે પોતાના ઉમેદવાર ઉભા રાખીને આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડાવવાની ચાલ ચાલી છે.