ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો એટલે શ્રાવણ માસ
શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ભગવાન શિવના ભક્તો માટે આ સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો વિધિવિધાન અનુસાર ભગવાન શિવની પૂજા કરે છે અને શિવલિંગ પર જળ અર્પણ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા ઇચ્છે છે. ભગવાન શિવનો આ સૌથી પ્રિય મહિનો ગણવામાં આવે છે અને કહેવાય છે કે આ મહિનામાં કરવામાં આવેલી ભક્તિથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. જોકે ઘણીવાર લોકોને મૂંઝવણ રહેતી હોય છે કે જળ અર્પણ કેવી રીતે કરવું, કયો મંત્ર બોલવો અને કઈ દિશામાં ઊભા રહીને પૂજા કરવી જોઈએ. તો આવો જાણી લઈએ યોગ્ય વિધિ અને સંપૂર્ણ માહિતી.
- Advertisement -
શાસ્ત્રો મુજબ ભગવાન શિવને રુદ્રના રૂપમાં પૂજવામાં આવે છે. તેથી જ શિવલિંગ પર જળ અર્પણ કરવું એટલે ‘રુદ્રાભિષેક’ કહેવાય. ભગવાન શિવ પર એક જ કળશ પાણી ચઢાવવાથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ આ વિધિ યોગ્ય રીતે કરવી ખૂબ જરૂરી છે. ભગવાન શિવને સોના, ચાંદી અથવા તાંબાના લોટાથી જળ અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. મંદિરમાં શિવલિંગ પર કળશમાંથી સતત જળાભિષેક કરવામાં આવે છે અને તેને પણ યોગ્ય માનવામાં આવે છે
આ મંત્રોના જાપ કરવા
જળ અર્પણ કરતી વખતે ખાસ મંત્રોના જાપ કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. ‘ॐ नम: शिवाय’ મંત્રના જાપ સાથે ‘श्रीभगवते साम्बशिवाय नमः । स्नानीयं जलं समर्पयामि।’ અથવા ‘ॐ ह्रीं ह्रौं नमः शिवाय।। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्॥’ નો જાપ પણ કરવો જોઈએ. આ મંત્રોનો ઉચ્છારણ ભક્તિભાવથી કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે.
દિશાનું પણ ધ્યાન રાખવું જરૂરી
- Advertisement -
શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હંમેશા દક્ષિણ દિશા તરફ મોં કરીને જળ અર્પણ કરવું જોઈએ. એ દિશા શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમાં ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. પૂર્વ દિશા, ઉત્તર દિશા અને પશ્ચિમ દિશામાં મોં રાખીને જળ અર્પણ કરવાથી શ્રેષ્ઠ ફળ મળતું નથી અને ભગવાન શિવ નારાજ પણ થઈ શકે છે.