India Or Bharat?: આપણે ‘ઈન્ડિયા’ શબ્દને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. હું ઈચ્છું છું કે આપણા બંધારણમાં ફેરફાર થાય અને તેમાં ‘ભારત’ શબ્દ ઉમેરવો જોઈએ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાથી રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ છે. હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે સરકાર બંધારણમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર ઈન્ડિયા નામને બંધારણમાંથી દૂર કરવા જઈ રહી છે. જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે બંધારણમાંથી INDIA નામ હટાવી દીધું છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી G-20 ડિનર માટેના આમંત્રણમાં ઈન્ડિયાના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિને યજમાન તરીકે લખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બંધારણની વિરુદ્ધ છે.
- Advertisement -
Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred.
After all, what is the objective of INDIA parties?
It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust.
- Advertisement -
Judega BHARAT
Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023
ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવે
બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે વિપક્ષ ગ્રાન્ડ અલાયન્સ INDIA જૂથના નામ પર સવાલ ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે વિપક્ષી જૂથે તેનું નામ ઈન્ડિયાથી બદલીને ‘ભારત’ કરવું જોઈએ. તેમણે કહ્યું કે બંધારણમાં ઉલ્લેખિત ‘ઈન્ડિયા’ શબ્દ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ એક ગાળ છે. એટલા માટે હવે તેના બદલે ભારતનો ઉપયોગ થવો જોઈએ. હરનાથ સિંહ ઈચ્છે છે કે બંધારણમાં ફેરફાર કરવામાં આવે અને ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવે.
ઈન્ડિયા’ શબ્દ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ એક ગાળ છે
બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું, “સમગ્ર દેશ માંગ કરી રહ્યો છે કે આપણે ‘ઈન્ડિયા’ શબ્દને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ… ‘ઈન્ડિયા’ શબ્દ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ એક ગાળ છે જ્યારે ‘ભારત’ શબ્દ… આપણી સંસ્કૃતિનું પ્રતીક છે… હું ઈચ્છું છું કે આપણા બંધારણમાં ફેરફાર થાય અને તેમાં ‘ભારત’ શબ્દ ઉમેરવો જોઈએ…”
VIDEO | "With all due respect towards the makers of our Constitution, I want to say that they committed a mistake by keeping both 'India' and 'Bharat' words in the Constitution," says BJP MP Harnath Singh Yadav. pic.twitter.com/otxrbL6Avp
— Press Trust of India (@PTI_News) September 5, 2023
ઈન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઈન્ડિયાને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી આ દેશનું નામ ભારત છે, ઈન્ડિયાનહીં. તેથી આપણે તેના જૂના નામનો જ ઉપયોગ કરવો જોઈએ.