ઉદયભાઈની આ રિક્ષામાં મુસાફર માટે વાંચવાનાં પુસ્તકોની સુવિધા, પીવાના પાણીની બોટલ, નાસ્તાના ડબ્બાની વ્યવસ્થા હોય છે!
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
અમદાવાદની ઓળખાણ લોકો સ્વાર્થનગરી તરીકે પણ આપે છે. એવું કહેવાય કે અમદાવાદનો માણસ મતલબ વગર તમારી સાથે વાત પણ ન કરે (આ માત્ર કહેવાની વાત છે; કોઈએ આ વાત ગંભીરતાથી લેવી નહીં). પણ આ જ અમદાવાદનો એક સામાન્ય રિક્ષાવાળો અદ્ભુત અને અનોખું કામ કરીને અમદાવાદની ઓળખ બદલી રહ્યો છે. એનું નામ છે ઉદય જાદવ.
ઉદયભાઈએ 21મી ઓક્ટોબર, 2010ના દશેરાના પવિત્ર દિવસથી એક અનોખા સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે. દેખાવમાં સામાન્ય રિક્ષા જેવી લાગતી આ રિક્ષા અને રિક્ષાવાળો બંને અસામાન્ય છે. સામાન્ય રિક્ષામાં મુસાફરો માટે જે સુવિધાઓ હોય એના કરતાં જુદી સુવિધાઓ આ રિક્ષાવાળાભાઈએ એના મુસાફરો માટે ઝ્ભી કરી છે. ઓટોરિક્ષામાં એમણે વિમાનમાં મળે તેવી સેવાઓ આપવાનું શરૂ કર્યું છે.
- Advertisement -
ઉદયભાઈની આ રિક્ષામાં મુસાફર માટે વાંચવાનાં પુસ્તકોની સુવિધા, પીવાના શુદ્ધ પાણીની બોટલની વ્યવસ્થા, ભૂખ લાગે તો નાસ્તાના ડબ્બાની વ્યવસ્થા, સંગીત સાંભળવું હોય તો મ્યુઝિક પ્લેયરની સુવિધા પણ છે. મુસાફર નાસ્તો કરીને કચરો બહાર ન ફેંકે એ માટે નાની કચરાપેટી પણ રાખી છે. આ બધી જ સુવિધાનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ રિક્ષામાં મુસાફરી કરનાર મુસાફર પાસેથી મીટર મુજબનું ભાડું લેવામાં નથી આવતું. કારણ કે મીટર જ બંધ રાખવામાં આવે છે. મુસાફર એની મુસાફરી પૂરી કરે એટલે એને એક કવર આપવામાં આવે અને મુસાફરને જે ઇચ્છા થાય એ રકમ કવરમાં મૂકવાની છૂટ. જો કોઈ મુસાફરને એમ લાગે કે મારે કંઈ આપવું નથી તો કવરમાં નયો પૈસો નાખ્યા વગરનું ખાલી કવર પણ પરત કરી શકે. કવર ખાલી હોય તોપણ ભલે અને અંદર કોઈ રકમ હોય તોપણ ભલે… ઉદયભાઈ હંમેશા હસતાં હસતાં કવર સ્વીકારે છે. રકમ આપવી કે કેમ એ લોકોની ઇચ્છા પર આધારિત હોવા છતાં આજદિન સુધી આ સેવા ચાલે છે જે બતાવે છે કે લોકો પણ સેવાનું યોગ્ય મૂલ્ય આપે છે. ેક જ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે કામ તો એકસરખું જ હોય છે પણ તમે કામ કરવાની રીત બદલીને તમારા કામનું અને તમારી જાતનું મૂલ્ય વધારી શકો છો.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ રિક્ષામાં મુસાફરી કરનાર મુસાફર પાસેથી મીટર મુજબનું ભાડું લેવામાં નથી આવતું!