ઘણા લોકોને તેમની આંખોનો કલર ગમતો નથી તેથી તેઓ કોન્ટેકટ લેન્સ પહેરે છે. પણ હવે લોકો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સર્જરી કરાવી લે છે. અને એની પાછળ 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે.
લોસ એન્જલસનો 57 વર્ષનો ઓપ્થેલ્મોલોજિસ્ટ ડો.બ્રાયન બોકસર વોચલર આ કોસ્મેટિક સર્જરી કરી રહ્યો છે. અને ખુબ જ ફેમસ થયો છે. ટિકટોક પર તેના 34 લાખ ફોલોઅર્સ છે.અને ઈન્સ્ટ્રાગામ પર 3,19,000 ફેન્સ છે. આ ડોકટરનું કહેવું છે કે, આ કોસ્મેટિક સર્જરી છે એ વાત સાચી પણ એ આંખ માટે છે. લોકો બ્રેસ્ટની સાઈઝ બરાબર કરાવવા સર્જરી કરે છે. ફેસ-લિફટ કરાવે છે. બોટોકસ ટ્રીટમેન્ટ કરાવે છે તો શા માટે તેઓ આંખોનો કલર ન બદલાવી શકે?
- Advertisement -
લોકોને તેમની આંખનો કલર બદલવો હોય તો એમાં ખોટું શું છે. આ સર્જરીને કેરેટોપિગમેન્ટેશન કહેવામાં આવે છે. અને એમાં કોર્નિયામાં જોઈએ એ રંગના પિગમેન્ટ ઈન્જેકટ કરવામાં આવે છે. અને આંખનો કલર કાયમ માટે બદલાઈ જાય છે. એક આંખમાં ઓપરેશન માટે માત્ર 15 થી 20 મિનિટ લાગે છે. એક આંખમાં કલર બદલવાનો ખર્ચ પાંચ લાખ રૂપિયા આવે છે અને બે આંખ માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
આ પ્રોસીજર એકદમ સલામત છે. અને એનાથી આંખના વિઝનને અસર પડતી નથી. થોડી સાઈડ-ઈફેકટ જેવી કે લાઈટ સેન્સિટિવિટી થાય છે, પણ એ થોડા સમયમાં જતી રહે છે.