– હવે લેન્ડરની ગતિ ધીમી થશે
ISROએ આજે એટલે કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. હવે પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરવા માટે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં 3-6 મહિના સુધી રહેશે જ્યારે લેન્ડર-રોવર 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે ચંદ્રની સપાટી પર ઊતરશે. અહીં તે14 દિવસ સુધી પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે.
- Advertisement -
અત્યારે ચંદ્રયાન એક ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુતમ અંતર 153 કિમી અને મહત્તમ અંતર 163 કિમી છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ 16 ઓગસ્ટના રોજ સવારે લગભગ 8:30 વાગ્યે થોડા સમય માટે યાનના થ્રસ્ટરને ફાયર કર્યુ હતુ. આ પછી ચંદ્રયાન લગભગ 153 કિમી X 163 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આવી ગયું હતું. અગાઉ તે 150 કિમી x 177 કિમીની ઓર્બિટમાં હતું.
આ યાન 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું
22 દિવસની યાત્રા પછી, ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી યાનને ચંદ્રની ગ્રેવિટીમાં કેપ્ચર કરી શકાય, જેથી તેની ગતિ ઓછી થઈ હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનનો ફેસ પલટાવીને 1835 સેકન્ડ એટલે કે લગભગ અડધા કલાક સુધી થ્રસ્ટર્સને ફાયર કર્યું. આ ફાયરિંગ સાંજે 7.12 વાગ્યે શરૂ થયુ હતું.
Chandrayaan-3 Mission:
- Advertisement -
‘Thanks for the ride, mate! 👋’
said the Lander Module (LM).
LM is successfully separated from the Propulsion Module (PM)
LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST.
Now, 🇮🇳 has3⃣ 🛰️🛰️🛰️… pic.twitter.com/rJKkPSr6Ct
— ISRO (@isro) August 17, 2023
ચંદ્રયાને ચંદ્રની તસવીરો લીધી હતી
જ્યારે ચંદ્રયાન પ્રથમ વખત ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું ત્યારે તેની ઓર્બિટ 164 કિમી x 18,074 કિમી હતી. ઓર્બિટમાં પ્રવેશ કરતી વખતે, તેના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી હતી. ઈસરોએ તેનો વીડિયો બનાવીને તેની વેબસાઈટ પર શેર કર્યો છે. આ તસવીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
હું ચંદ્રયાન-3 છું… હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવું છું
મિશન વિશે માહિતી આપતા, ISRO એ X પોસ્ટમાં ચંદ્રયાન દ્વારા મોકલવામાં આવેલ સંદેશ લખ્યો હતો, ‘હું ચંદ્રયાન-3 છું… હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવું છું.’ ઈસરોએ એમ પણ કહ્યું હતું કે ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. ચંદ્રયાનને 23 ઓગસ્ટે લેન્ડિંગ કરતા પહેલાં કુલ 4 વખત તેની ભ્રમણકક્ષા ઘટાડવી પડશે. તેમણે રવિવારે એકવાર ભ્રમણકક્ષા ઘટાડી છે.