ભારતીય અંતરિક્ષ અનુસંધાનએ પોતાના મૂન મિશન ચંદ્રયાન-3 માટે મોટી સફળતા મળી છે. ઇસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશન માટે પ્રક્ષેપણ યાનના સીઇ-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે.
ઇસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 24 ફેબ્રુઆરીના તમિલનાડુના મહેન્દ્રગિરિમાં ઇસરો પ્રોપલ્સન કોમ્પ્લેક્સની હાઇ એલ્ટીટયૂડ ટેસ્ટ ફેસિલિટીમાં 25 સેકન્ડના નક્કી કરેલા સમય માટે ચકાસણી કરવામાં આવી હતી. સોમવાર અંતરિક્ષ એજન્સીની તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પરિક્ષણ દરમ્યાન બધા પેરામીટર સંતોષજનક લાગ્યા છે. ક્રાયોજૈનિક એન્જીનને સંપૂર્ણ રીતથી એકીકૃત ઉડાન માટે પ્રોપેલેંટ ટેન્ક, સ્ટેજ સ્ટ્રક્ચર અને સંબંધિત દ્રવ લાઇનોની સાથે એકીકૃત કરવામાં આવશે.
- Advertisement -
આ પહેલા ઇસરોએ ચંદ્રયાન-3ના લૈંડરનું સફળ પરિક્ષણ કર્યું હતું. ઇસરોના જણાવ્યા અનુસાર, ઉપગ્રહ મશિનો માટે ઇએમઆઇ/ ઇએમસી પરીક્ષમ અંતરિક્ષના વાતાવરણમાં ઉપગ્રહ પ્રણાલીની કાર્યક્ષમતા અને અપેક્ષિત વિદ્યુત ચુંબકીય સ્તરોની સાથે તેમની સંગતતા સુનિશ્ચિત કરવા માટે કરવામાા આવે છે. અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે, આ પરીક્ષણ ઉપગ્રહના નિર્માણની દિશામાં એક મોટી મીલનો પત્થર છે.
જૂનમાં પ્રક્ષેપિત થશે ચંદ્રયાન-3
ચંદ્રયાન-3 ભારતનું ત્રીજું ચંદ્ર અભિયાન છે. તેમનો ઇરાદો ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ અને રોવર દ્વારા નમૂના એકઠા કરવાની ક્ષમતાને પ્રદર્શિત કરે છે. ઇસરો આ જૂનમાં પ્રક્ષેપિત કરવાની યોજના બનાવી રહ્યું છે. ચંદ્રયાન-3ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ વ્હીકલ માર્ક-3ના માધ્યમથી ચંદ્રમા પર મોકલવામાં આવશે.