છેલ્લા કેટલાક દિવસોમાં TDPના વડા ચંદ્રાબાબુ નાયડુએ રાજનીતિથી લઈને શેરબજાર સુધીની દરેક બાબતમાં પ્રભુત્વ જમાવ્યું, છેલ્લા 5 દિવસ દરમિયાન ઉત્તમ વળતર આપ્યા બાદ ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તિમાં રેકોર્ડ વધારો
લોકસભા ચૂંટણીના પરિણામ પણ આવી ગયા અને આવતીકાલે પ્રધાનમંત્રી મોદી શપથગ્રહણ પણ કરવાના છે. આ દરમિયાન મીડિયામાં તમે એક નામ ખૂબ સાંભળ્યું હશે અને તે છે ચંદ્રાબાબુ નાયડુ. છેલ્લા કેટલાક દિવસોમાં ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ રાજનીતિથી લઈને શેરબજાર સુધીની દરેક બાબતમાં પ્રભુત્વ જમાવ્યું છે. નાયડુ સાથે સંકળાયેલી એક કંપનીએ છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં અદ્ભુત વળતર આપ્યું છે, જેમાં તેમના પરિવારનો મોટો હિસ્સો છે. આ કંપનીએ છેલ્લા પાંચ દિવસ દરમિયાન ઉત્તમ વળતર આપ્યા બાદ ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તિમાં રેકોર્ડ વધારો થયો છે.
- Advertisement -
એક મહિનામાં આ શેર 101 ટકાથી વધુ વધ્યો
TDP ચીફ ચંદ્રબાબુ નાયડુની આ કંપની હેરિટેજ ફૂડ્સ લિ. ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ દ્વારા 1992માં સ્થપાયેલી કંપનીમાં ડેરી, રિટેલ અને એગ્રી એમ 3 બિઝનેસ ડિવિઝન છે. કંપનીના એક્સચેન્જ ફાઇલિંગ મુજબ એન ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ હેરિટેજ ફૂડ્સના પ્રમોટરોમાંના એક છે. આ શેરે 5 દિવસમાં રોકાણકારોને 55.79 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં આ શેર 101 ટકાથી વધુ વધ્યો છે. આ સ્ટોક હેરિટેજ ફૂડ્સ લિમિટેડ છે.
ચંદ્રબાબુ નાયડુના પરિવારે 785 કરોડ રૂપિયાની કમાણી કરી
- Advertisement -
હેરિટેજ ફૂડ્સનો શેર શુક્રવારે 10 ટકાની ઉપલી સર્કિટ સાથે રૂ. 661.25 પર બંધ રહ્યો હતો, જે 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે. આ સ્ટોક છેલ્લા ત્રણ દિવસથી અપર સર્કિટ કરી રહ્યો છે. તેની 52 સપ્તાહની નીચી કિંમત 206.60 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનું કુલ માર્કેટ કેપ રૂ. 3,956 કરોડ છે. હેરિટેજ ફૂડ્સના શેરમાં ભારે ઉછાળાને કારણે ચંદ્રબાબુ નાયડુના પરિવારે 785 કરોડ રૂપિયાની કમાણી કરી છે. BSE શેરહોલ્ડિંગ અનુસાર, કંપનીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર ચંદ્રબાબુ નાયડુના પરિવારનો કુલ હિસ્સો 35.71% છે, જે 3,31,36,005 શેરની સમકક્ષ છે. છેલ્લા પાંચ દિવસમાં દરેક શેરમાં રૂ. 237નો વધારો થયો છે. આ સ્થિતિમાં કુલ નફો 785 કરોડ રૂપિયા થઈ ગયો છે.
આવી જાણીએ કોની પાસે કેટલો હિસ્સો ?
નાયડુના પુત્ર નારા લોકેશ 31 માર્ચ, 2024 સુધી લગભગ 10.82% હિસ્સા સાથે હેરિટેજ ફૂડ્સના પ્રમોટર છે. અન્ય પ્રમોટર્સમાં ભુવનેશ્વરી નારા અને દેવાંશ નારાનો સમાવેશ થાય છે. જેઓ કંપનીમાં અનુક્રમે 24.37 ટકા અને 0.06 ટકા હિસ્સો ધરાવે છે. હેરિટેજ ફૂડ્સમાં વહુ નારા બ્રહ્માણી 0.46% હિસ્સો ધરાવે છે.