ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મારફત આગામી વર્ગ 3 ની 128 જગ્યાઓ માટેની ભરતી માં પરીક્ષાને અનુલક્ષી ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ સામાન્ય જ્ઞાન ગણિત રિઝનિંગ વગેરે વિષયો નો સચોટ જ્ઞાન વિદ્યાર્થીને મળી રહે અને પરીક્ષામાં સફળતા મેળવે તે માટે સી સી ડી સી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત તજજ્ઞો દ્વારા દરરોજ બે કલાક એમ કુલ 100 કલાક ના વર્ગો શરૂ કરાયેલા છે જેમાં 110 થી વધારે વિદ્યાર્થીઓએ તાલીમ લેવા માટે નોંધણી કરાવે છે આ વર્ગોનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલ ગુરુ પ્રોફેસર નીલમબરી બેન દવે મારફત કરવામાં આવેલ હતું આ પ્રસંગે તેમના મારફતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવેલ કે ગુજરાત રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર દરેક સરકારી પરીક્ષા ઓનું માર્ગદર્શન આપવા તાલીમ ગોઠવવામાં આવે છે ત્યારે મહત્તમ છાત્રો આ તાલીમ વર્ગોનો લાભ મેળવે અને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર કરે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કટિબદ્ધ છે તેમને ટીમસીસીડીસી ને અભિનંદન પાઠવતા જણાવેલ કે છેલ્લા પાંચ વર્ષમાં 3,000 થી પણ વધારે છાત્રોને આ સેન્ટરના માધ્યમથી સરકારી નોકરીમાં સફળતા મળેલ છે તે ખૂબ જ નોંધનીય છે તથા નેક ની કમિટી દ્વારા સી સી ડી સી સેન્ટરને દેશ કક્ષાએ બેસ્ટ પ્રેક્ટિસનું બિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મળેલ છે તે ખૂબ જ અભિનંદનની છે.
આજરોજ આ તાલીમ વર્ગોના ઉદ્ઘાટનમાં કુલપતિ પ્રોફેસર દવેની સાથે સી સી ડી સી ના સંયોજક પ્રોફેસર નીકેશભાઈ શાહ અને જાણીતા તજજ્ઞ ધવલભાઈ મારું ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઈઈઉઈના સુમિતભાઈ મહેતા ચિરાગભાઈ તલાટીયા દીપ્તિબેન ભાલાની વગેરેએ જહેમત ઊઠાવી હતી.