સૌરાષ્ટ્ર યુનિ.ના નવનિયુક્ત કુલપતિએ 1.19 લાખના આઇફોન ખરીદવાની દરખાસ્ત મુકી!
NSUIના કાર્યકરો દ્વારા નવનિયુકત કુલપતિને કરી હતી.
ખાસ-ખબર સંવાદદાતા
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ફાયનાન્સ બોર્ડની બેઠક મળવા જઈ રહી છે જેમા અલગ અલગ વિદ્યાર્થીલક્ષી કાર્યો, આગામી પ્રોજેક્ટો જેવી બાબતોની ચર્ચા-વિર્મશ બાદ દરખાસ્તની મંજુરી આપતા હોય છે. પરંતુ નવાઈ વાત એ છે સરકાર નવનિયુક્ત ઇન્ચાર્જ કુલપતી ડો. ભીમાણીએ 1.19 લાખનો આઈ-ફોન ખરીદવા માટેની દરખાસ્ત મુકતા વિદ્યાર્થીજગતમા ચારે કોર ટીકાઓ થઈ રહી છે.
મળતી માહીતી મુજબ કુલપતીએ જે દરખાસ્તમાં 1.19 લાખનો આઈ-ફોન ખરીદવા ઈચ્છે છે. જો તે યુનિવર્સિટીનું ભલુ ઇચ્છતા હોય તો 19 હજારના મોબાઇલ ખરીદવાની દરખાસ્ત પણ મુકી શકે તેવું નવનિયુક્ત કુલપતીને સ્પષ્ટ રજૂઆત કરી હતી અને ખુરશીનો સદુપયોગ લાખો વિધાર્થીનીઓના કારકિર્દી માટે નિર્ણયો કરવા હિમાયત કરી હતી.
- Advertisement -
દરમિયાન આજે રાજકોટ જીલ્લા NSUIના કાર્યકરો દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમા રીક્ષા લોકો પાસેથી ડબ્બાઓ સાથે ભીખ માંગી “કુલપતી સાહેબના આઈ-ફોન માટે ભીખ આપશોજી” લખાણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


