ફાઇનલમાં ભારતની જીત બાદ સમાપન સમારોહમાં વિવાદ જોવા મળ્યો, પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું….. તે મારી સમજની બહાર છે
શું કહ્યું શોએબ અખ્તરે ?
આ મામલે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા તેમણે કહ્યું, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી પરંતુ ફાઇનલ પછી PCBનો કોઈ પ્રતિનિધિ હાજર નહોતો. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન હતુ છતાં PCBમાંથી કોઈને કેમ બોલાવવામાં ન આવ્યું, તે મારી સમજની બહાર છે.
- Advertisement -
જોકે પાછળથી એવું કહેવામાં આવ્યું કે કોઈ કારણસર કે ગેરસમજને કારણે તેમને તે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા ન હતા જ્યાંથી ICC પ્રમુખ જય શાહ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી દેવજીત સૈકિયાએ ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને જેકેટ આપ્યા હતા. યજમાન પાકિસ્તાનનો કોઈ પ્રતિનિધિ સ્ટેજ પર નહોતો. PCB આ મુદ્દો ICC સમક્ષ ઉઠાવી શકે છે.