ચેમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
ગુજરાત રાજયના મોરબી જીલ્લાના એક માત્ર અકક ઠઊઅઝઇંઊછ નવલખી બંદર આવેલ છે તેમજ આ બંદરને લાગુ પડતા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ વિગેરે જીલ્લાઓ ઉધોગ /વેપાર ધંધાઓના હબ છે. ત્યારે આધુનિક સુવિધાઓમાં વધારો કરી વિકાસ કરવા બાબતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જયંતીભાઈ પટેલએ લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રી રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે નવલખી બંદર ઉપર સરકાર તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દવારા નવા જઘઙ ના નિયમો લાગુ કરવામાં આવેલ છે જેથી બંદર પર એક આદર્શ પરિસ્થિતીની રચના થયેલ છે અને જેના હીસાબે આયાતકારો અને હેન્ડલીંગ એજન્ટો માટે એક વ્યપારીક તરીકેની શ્રેષ્ટ નીતી સ્થાપીત થયેલ છે. અને કાર્ગો સ્ટોરેજ માટે ની એક તરફી નીતી નષ્ટ થયેલ છે જેનાથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્ર ના ગ્રાહકો માટે ફાયદા કારક સાબીત થયેલ છે. તેમજ તંદુરસ્ત સ્પર્ધા સ્થાપિત થયેલ છે અનેપોર્ટ માં નવા સ્ટીવીડોરર્સ/હેન્ડલીંગ એજન્ટો ની નિમણુક થયેલ છે. અને એક તરફી મોનોપોલી નો નાશ થયેલ છે અને કાર્ગો હેન્ડલીંગ કોસ્ટમા પણ મોટા પાયે ઘટાડો થયેલ છે. અને વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળેલ છે. જે સરકારશ્રી તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ ને આભારી છે. અને નવા જઘઙ ખુબજ ઉપયોગી અને પ્રભાવશાળી સાબીત થયેલ છે.
વિશેષમાં નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કારગો ભારતના અન્ય રાજય જેવાકે રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, પંજાબ અને ઉતર પ્રદેશ તેમજ અન્ય નજીક ના રાજયો ને લોજીસ્ટીક કોસ્ટ માં ફાયદા કારક હોય તો નવલખી બંદરના વિકાસ કરવા માટે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરવી અનિવાર્ય છે.
હાલે નવલખી બંદર ઉપર નવી જેટી બનાવેલ છે તે જેટી એ અને નવલખી ચેનલ (ડ્રીક) માં ડ્રેજીજીંગ ની જરૂીરીયાત છે જો ત્યા ડ્રેજીંગ કરવામાં આવેતો જેટી પર થી ક્ધટેનર બાર્જીસ / કાર્ગો બાર્જીસનુ લોડીંગ અન
લોડીંગ થઈ શકે તેમાટે જેટી તેમજ ચેનલ (ક્રીક) માં ડ્રેજીજીંગ કરવુ અનિવાર્ય છે.
કંડલા બંદરે વર્ષો થી જે ડ્રેજીંગ કરવામાં આવે છે જે ડ્રેજીજીંગ નો કાદવ તેમજ કાંપ ભરતી ઓટ સમયે નવલખી નવલખી બંદર ઉપર આવેછે અને નવલખી બંદરે દરિયાઈ પાણી ની ઉડાંઈ ઓછી થતી જાય છે જેને લીધે ચેનલો (કીકો) માં પુરાણ થતુ જાય છે જેના હીસાબે શીપો હાલે 9 થી 11 મીટરના ડ્રાફટ મા નવલખી ઈનર વર્કીંગ એન્કરેજ માં આવે છે જયારે અગાઉ તેજ શીપો 12 થી 14 મીટરના ડ્રફટમાં આવતી હતી. તેમજ હાલે ચેનલો ના પુરાણ ના હીસાબે લો ટાઈડ માં બાર્જીસ ગ્રાઉન્ડ થઈ જાય છે જેના હીસાબે 24 કલાક બાજીસ ની મુવમેન્ટ થતી નથી. જો કંડલા પોર્ટ ના ડ્રેજીંગ નો કાદવ કાંપ નવલખી બંદર ઉપર જે આવેછે તે જો બંધ કરવામાં નહીં આવેતો આવતા ભવિષ્યમાં નવલખી બંદર બંધ થવાની શક્યતા છે માટે કંડલા પોર્ટ ડ્રેજીજીંગ નો કાપ નવલખી બંદર ઉપર ન આવે તે માટે યોગ્ય કરવાની ખાસ જરૂરી છે.
નવલખી બંદર ઉપર હાલે કોલ હેન્ડલીંગ થાયછે તે ઉપરાંત અન્ય કારગો જેવોકે ફર્ટીલાઈજર, સોલ્ટ, ફુડ ગ્રેઈન, બોકસાઈડ, કલીન્કર, ઈન્ડસ્ટ્રીયલ જીપ્સમ, તંદઉપરાંત સીરામીક અને અન્ય પ્રોડકટસ માટે પોર્ટ માંજ અલગથી સ્ટોરેજ માટે હયાત સ્ટોરેજ છે તેમાંથીજ સ્ટોરેજ માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ જેથી વ્હાઈટ તેમજ અન્ય કાર્ગો ની આયાત નીકાસ થઈ શકે.
મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ધડીયાલ, પોલીપેક, સોલ્ટ, ઓટોમોબાઈલ્સ (રાજકોટ) ટેક્ષટાઈલ/કોટન, વિગેરે ઉધોગોને, ગ્લોબલ માર્કેટ માં ટકી રહેવા માટે નવલખી બંદરે ઓછા માં ઓછા 12 મીટરના ઉંડા દરિયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્યાએ જેટી નું નિર્માણ કરવુ જોઈએ અને ક્ધટેનર લોડીંગ અન લોડીંગ ની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, જેથી હાલે મોરબી થી સીરામીક વિગેરે તેમજ રાજકોટ થી ઓટોમોબાઈલ્સ તેમજ અન્ય ના ક્ધટેનરો હાલે કંડલા અને મુન્દ્રા પોર્ટ થી આયાત નીકાસ થાય છે તેના બદલે નવલખી થી થાય તો ઉદ્યોગકારોને લોજીસ્ટીક ચાર્જીસમાં ઘટાડો થાય અને ગ્લોબલ માર્કેટમાં ટકી રહે અને ઉધોગ ધંધાનો વિકાસ થાય.