ધારીયા, કુહાડી, છરીના ઘા ઝીંકી યુવકની હત્યા
સાયલા અને ચોટીલા પંથકના 7 શખ્સો સામે નોંધતો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
વિંછીયા ખાતે ગત રાત્રે આડા સંબંધની શંકાએ મામાના હાથે ભાણેજની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે સાયલા અને ચોટીલા પંથકના 7 શખ્સોએ 22 વર્ષીય યુવકને ધારીયા, કુહાડી, છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું વિછિયા પોલીસે ગુનો નોંધી બે શખ્સોને સકંજામાં લઈ અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મૂળ ખારચીયાના હાલ વિછિયાના મોટા માત્રા ગામે રહેતા રાયધન વશરામભાઈ સાઢમીયા ઉ.25એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે નવ ભાઈ તથા ત્રણ બહેનો છીએ ગઇકાલ સાંજે મોટા માત્રા ચોકડી પાસે પરિવાર સાથે ઝુંપડે હતો ત્યારે આ મારો નાનો ભાઈ મયુરભાઇ ઉર્ફે મયલો ફોનમાં ગાળો બોલતો હતો જેથી મેં તેને પૂછેલ કે કોનો ફોન છે? જેથી ભાઈએ જણાવેલ કે ધારેઇ ગામના રમેશ મેરાભાઈનો ફોન હતો જેની દીકરી અને મારા મામાના દીકરા વનરાજભાઈ ચોથાભાઈની પત્ની સાથે મારે આડા સંબંધ હોવાની શંકા રાખી જેમ ફાવે તેમ ગાળો આપે છે અને મને પતાવી દેવો છે તેવી ધમકી આપે છે રાતે મોટા માત્રા હાઇસ્કુલ સામે આવેલ અમારા બીજા ઝુંપડે જવા ગાડા સાથે નીકળેલ મારો નાનો ભાઈ અબ્દુલભાઈ ગાડું ચલાવતો હતો અને મારો નાનો ભાઈ મયુર ગાડાની આગળ ચાલતો હતો ત્યારે મોટા માત્રા ગામ બાજુથી બે મોટર સાયકલ આવેલ જેમાં રમેશ મેરા, તેનો દિકરો સતા રમેશ, ટોના રમેશ એમ ત્રણેય ઉતરેલ અને આ રમેશના હાથમાં ધારીયુ હતું.
- Advertisement -
તેના દીકરા સતાના હાથમાં કુહાડી હતી બીજા મોટર સાયકલમાંથી કસવાળી ગામના મારા મામા ચોથાભાઈ સગરામભાઈ મંદુરીયા તથા તેનો દિકરો રામકુ ચોથા, વનરાજ ચોથા, ઉમેશ ચોથા એમ ચારેય ઉતરેલ અને ચોથાભાઈના હાથમાં લાકડી તથા રામકુના હાથમાં લોખંડનો પાઈપ તથા ઉમેશના હાથમાં છરી હતી. આ બધા એક સાથે આવી આ મારા ભાઈ મયુરભાઈને અપશબ્દો બોલતા હોય મેં અપશબ્દો દેવાની ના પાડતા ધારીયાનો એક ઘા મયુરના માથામાં ઝીંકી દીધો. મયુર નીચે પડી જતા ટોનાભાઈએ મયુરને પકડી રાખ્યો હતો મામા ચોથાભાઇએ લાકડીના ઘા મયુરના માથામાં માર્યા હતા રામકુએ લોખંડના પાઈપથી માર માર્યો હતો ઉમેશે છરીના ઘા માર્યા હતા સતાએ કુહાડીના ઘા માર્યા હતા વનરાજ ઢીકા પાટુનો માર મારતો હતો મારો ભાઈ મયુર લોહી લુહાણ થઈ જતા વિંછીયા સરકારી દવાખાને ખસેડાયો હતો.
ત્યાં ફરજ પરના ડોકટરે મારા ભાઈને મૃત જાહેર કર્યો હતો પોલીસને જાણ કરાતા વિંછીયા પોલીસનો સ્ટાફ આવેલ અને મારા ભાઈના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મયુરને ધારેઇ ગામના રમેશની દીકરી અને મારા મામાના દીકરા વનરાજની પત્ની ગડુબેન સાથે આડા સબંધ હોવાની શંકા હોય જેથી રમેશભાઈએ મારા ભાઈને ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી અને પછી આ રીતે હુમલો કર્યો હતો મૃતક નવ ભાઈ અને ત્રણ બહેનમાં 10મા નંબરનો હતો બનાવણએ પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે પોલીસે મૃતકના મામા ચોથાભાઈ અને ચોથાભાઈના વેવાઈ રમેશભાઈને સકંજામાં લઈ અન્યની શોધખોળ હાથ ધરી છે.