PI ઈલાબેન સાવલિયાની ટીમ દ્વારા લુપ્ત થતી ચકલીઓ માટે એક અનોખી પહેલની શરૂઆત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
પો.કમી.રાજુ ભાર્ગવ તથા મહે.અધિક પો.કમી.વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક પૂજા યાદવ તથા મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર.એસ.બારીઆ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા તથા WPC પ્રિયંકાબા ભીખુભા તથા WPCસોનલબેન લાલજીભાઈ તથા પૂર્વ વિભાગ શી ટીમનાં કર્મચારીઓ WPC પલ્લવીબેન બાબુભાઈ તથા WPC ધારાબેન હરેશભાઈ તથા WPC મીનાક્ષીબેન ડાયાભાઇ નાઓ સાથે આજીડેમ પોલીટેકનિક કોલેજ, પોલીસ હેડ ક્વાર્ટર એમ.ટી.વિભાગ,મહિલા પોલીસ સ્ટેશન તથા શહેરના અલગ અલગ વિસ્તારમાં હાલ ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધુ હોય તેમજ હાલના સમયમાં ચકલીઓનું પ્રમાણ ઘટી રહ્યું હોય જેથી ચકલી બચાવ અભિયાન દ્વારા લુપ્ત થતી ચકલીઓ માટે ચકલીઘર તેમજ પાણીના કુંડા મૂકવામાં આવેલ.