5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા, સેવા કેમ્પો કાર્યરત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ચોટીલા ચામુંડા મંદિરે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીના શુભ અવસરે આજે ભવ્ય મેળો યોજાયો. વહેલી સવારથી જ જય માતાજીના નાદ સાથે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ડુંગર પરના પગથિયાં શ્રદ્ધાળુઓની ભીડને કારણે ટૂંકા પડ્યા હતા. આંકડાકીય માહિતી મુજબ, આશરે પાંચ લાખથી વધુ દર્શનાર્થીઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓ માતાજીની પાલખી અને હાથમાં ધજાઓ લઈને માતાજીના દરબારમાં પહોંચ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ઉઢજઙની આગેવાની હેઠળ સ્થાનિક પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. મંદિર અને હાઈવે પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સેવાભાવી લોકોએ રસ્તાઓ પર વિવિધ સેવા કેમ્પ શરૂ કર્યા હતા. આ કેમ્પમાં ચા, નાસ્તો અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત દેશભરમાંથી શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.


