મધ્યગિરથી ગિરનાર પહાડોમાં ગુંજશે જય માતાજીનો નાદ
સોરઠ પંથકમાં ચૈત્રી નવરાત્રી પર્વે માતાજીના મંદિરોમાં વિશેષ આયોજન માતાજીના અનુષ્ઠાન, હોમ હવન પૂજન અર્ચન અને વિશેષ આરતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.08
જૂનાગઢ આવતીકાલથી ચૈત્રી નવરાત્રીના પર્વનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે મધ્યગીરમાં આવેલ કનકેશ્વરી માતાજી મંદીર થી લઈને ગિરનાર ટોચ પર બિરાજમાન જગત જનની માં અંબાના મંદીર સાથે તળેટી સ્થિત ગાયત્રી મંદિર અને વાઘેશ્વરી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં વિશેષ પૂજન અર્ચન સાથે અનુષ્ઠાન અને હોમ હવન તેમજ માતાજીને વિશેષ શ્રુંગાર કરવામાં આવશે આ પવિત્ર પાવન દિવસોમાં માઇ ભક્તો દ્વારા માતાજીના અનુષ્ઠાન સાથે માતાજીની આરાધના કરવામાં આવશે અને નવ દિવસ સુધી કઠીન તપસ્યા કરીને માતાજીની ભક્તિ કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન પાંચ નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ માહાત્મ્ય છે.ત્યારે આ પાવન દિવસોમાં સોરઠ પંથકમાં આવેલ માતાજીના મંદિરોમાં ભક્તો દ્વારા અનુષ્ઠાન સાથે માતાજીની સ્તુતિ અને ભક્તિ કરવામાં આવે છે.જેમાં ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી મંદિર ખાતે માં અંબે માતજીની 52 શક્તિ પીઠ પેકી એક શક્તિ પીઠ આવેલ છે ત્યારે અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી પર્વે માતાજીના અનુષ્ઠાન સાથે વિશેષ શ્રુંગાર અને આરતી કરવામાં આવે છે.
અને વૈદિક પરંપરા અનુસાર આઠમના દિવસે માતાજી સનમુખ હવનનું આયોજન કરવામાં આવે છે.અને સાંજે બીડું હોમવામાં આવશે એજ રીતે મધ્ય ગીરમાં આવેલ કનકેશ્વરી માતાજી મંદીર ખાતે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં અનુષ્ઠાન સાથે માતાજીને શ્રુંગાર સાથે સવાર સાંજ મહા આરતી તેમજ ભાવિકો માટે મહા પ્રસાદ સાથે આઠમના દિવસે બ્રાહ્મણો દ્વારા વિશ્વ લોક કલ્યાણ અર્થે યજ્ઞ કરવામાં આવશે અને સાંજે બીડું હોમવામાં આવશે જયારે ચૈત્રી નવરાત્રીના દિવસો દરમિયાન રામનવમી સહીત અનેક ધાર્મિક તેહવારોના લીધે માઇ ભક્તોની ભીડ ખુબ જોવા મળે છે અને તમામ ભક્તો માટે મહા પ્રસાદનું ફરાળ સાથે વિશેષ આયોજન કરવામાં આવે છે. ગિરનાર દરવાજા નજીક આવેલ અતિ પ્રાંચિન વાઘેશ્ર્વરી માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી તા.9 થી 17 એપ્રિલ સુધી ઉજવણી કરવામાં આવશે.
- Advertisement -
જેમાં સાંજે 7-30 થી 9 વાગ્યા સુધી માઇ ભક્તો દ્વારા બેઠા ગરબા ગાવામાં આવશે. તેમજ તા.13ને શનિવારના રોજ રાજુભાઇ ભટ્ટ, નિરૂબેન દવે તથા અવધ ભટ્ટ સાથી કલાકારો દ્વારા માતાજીના બેઠા ગરબા ગુંજે ગુંજે ગૌરવરવના ગુંજારા ગરબાનું આયોજન સાંજે 5:30 થી 8:30 સુધી રાખેલ છે. જ્યારે ચૈત્રી નોરતાની આઠમ તા.16 એપ્રિલ મંગળવારના સવારે 10 વાગ્યાથી યજ્ઞ યોજાશે અને આ યજ્ઞનું બિડુ સાંજે પ:30 કલાકે હોમવામાં આવશે. તેમજ ચૈત્રી નોરતા દરમિયાન મંદિરના દર્શનનો સમય સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી રહેશે. તેમજ મંગળા આરતી સવારે 7:15 શ્રૃંગાર આરતી સવારે 8:15, સયંન આરતી સાંજે 7:15 અને બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિરે માતાજીના દર્શન બંધ રહેશે એમ વાઘેશ્ર્વરી મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઇ જે.રાજપરાએ તેમજ રમીલાબેન વેડીયા અને વિજયભાઇ કિકાણીએ માઇભક્તોને આ ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં પધારવા નિમંત્રણ પાઠવ્યુ છે.
એ જ રીતે ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે માઇભક્તો દ્વારા અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યુ છે અને તમામ અનુષ્ઠાન કરનાર સેવકો માટે નિયમ અનુસાર રહેવા તેમજ જમવાની સુવિધા કરવામાં આવી છે. તેની સાથે જૂનાગઢ શહેરમાં આવેલ ઢેબર ફળીયામાં છેલ્લા 75 વર્ષથી વર્ષમાં આવતી દરેક નવરાત્રીમાં તેમજ મહિનામાં દરેક નવરાત્રીમાં તેમજ મહિનામાં આવતી બંને ચૌદશ પર માઇભક્તો દ્વારા બેઠા ગરબા કરવામાં આવે છે. નવી પેઢીના યુવાનો દ્વારા પણ વર્ષોથી આવતી આ પરંરાને આગળ વધારવામાં આવી
રહી છે.