કાલથી ચૈત્રી નવરાત્રી પર્વે માતાજીના મંદિરોમાં ધાર્મિક ઉત્સવ
સોરઠના માતાજી મંદિરોમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મય
ઘટ સ્થાપન, બેઠા ગરબા, માતાજીને વિશેષ શૃંગાર, મહાઆરતીનાં આયોજનો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પ્રદેશમાં અતિ પ્રાચીન અને પૌરાણિક માતાજીના મંદિરોમાં ચૈત્રી નવરાત્રીના પવન પર્વનું અનેરું મહાત્મય છે.અને માઇ ભક્તો દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. મધ્યગીરમાં આવેલ કનકાઈ માતાજી મંદિરથી લઈને ગિરનાર પર્વતની ટોચ પર બિરાજમાન માં અંબાના મંદિરે ચૈત્રી નવરાત્રી પર્વે માતાજીની ભાવ પૂર્વક વંદના સાથે ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને માઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને માતાજીની ભક્તિ સાથે આરાધના કરવામાં આવશે.
આવતીકાલ રવિવારથી માતાજીની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ માતાજીના પર્વને લઈને સોરઠ પ્રદેશમાં આવેલ સુપ્રસિદ્ધ માતાજી મંદિરમાં ઘટ સ્થાપન સાથે રોશનીનો શણગાર, હવન યજ્ઞ તેમજ માતાજીને વિશેષ શૃંગાર સાથે મહા આરતી અને બેઠા ગરબા અને મહાપ્રસાદના આયોજન આ ચૈત્રી નવરાત્રી પર્વે વિશેષ ઉજવણી કરવામાં આવશે જેમાં મધ્યગીરમાં બિરાજમાન કનકાઈ માતાજી મંદિર સાથે ગિરનાર પર્વતની ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાના જ્યાં બેસણા છે. તે અંબાજી શક્તિ પીઠ મંદિરોમાં સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મય છે.અને આ પર્વે દૂર દૂરથી માઇ ભક્તો આ પાવન અવસરે માતાજીના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. મધ્યગીરમાં આવેલ કનકાઈ માતાજી મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કનકાઈ માતાજી એ 84 જ્ઞાતિના કુળદેવી હોવાથી ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાથે પધારે છે. ગીરમાં આવેલ કનકાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીનું વિશિષ્ટ મહાત્મય છે.દર વર્ષની ચૈત્રી નવરાત્રી દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આવતીકાલ રવિવાર તા.30થી માતાજી મંદિરે ધ્વજારોહણ બાદ કુંભ સ્થાપન કરવામાં આવશે અને ત્યારબાદ તા.5ને શનિવારે હવન અષ્ટમી અને તા.6ના રવિવારે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે પ્રભુ શ્રીરામ લલ્લાના જન્મોત્સ્વની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણીમાં મોટી સંખ્યમાં ભાવિકો માતાજીના દર્શન કરવા પધારશે અને ધાર્મિક કાર્યક્રમોમાં જોડાશે કનકાઈ માતાજી 84 જ્ઞાતિના કુળદેવી છે. ત્યારે ચૈત્રી નવરાત્રીના દિવસોમાં મોટી સંખ્યમાં માઇ ભક્તો કનકાઈ માતાજીના દર્શન કરશે અને ધન્યતા પ્રાપ્ત કરે છે ત્યારે મંદિરના ટ્રસ્ટી દ્વારા ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં ભાવિકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે.
જુનાગઢ ગીરીવર ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના નવલા નોરતામાં ચૈત્રી નવરાત્રીનો રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે માતાજીના ચૈત્રી નવરાત્રીના નવલા નોરતાની ઉજવણી કરાવશે જેમાં વહેલી સવારે માતાજીની વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી અને માતાજીને વિશે શૃંગાર કરવામાં આવશે અને આઠમના દિવસે એટલે હવન અષ્ટમીના દિવસે માતાજીનો હવન યજ્ઞ કરવામાં આવશે અને મહાપ્રસાદનું પણ અનેરુ આયોજન કરાયું છે નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજન અર્ચન અને સવાર સાંજ આરતી અને માતાજીના ગરબા ગાવામાં આવશે મંદિરના પૂજારીઓ દ્વારા માતાજીની આરાધના અને નવે નવ દિવસ માતાજીના અનુષ્ઠાન કરવામાં આવશે તો માતાજીના દર્શન નો લાભ લેવા મંદિર ટ્રસ્ટ વતી સૌ ભાવિક ભક્તોને આમંત્રણ અપાયું છે.