ઉદાસીન સંપ્રદાયના કુળદેવી મનસાદેવી માતાજીના સાનિધ્યમાં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.8
તાલાલા સાસણ રોડ ઉપર સાંગોદ્ના ફાટક પાસે આવેલ ઉદાસીન સંપ્રદાયના કુળદેવી મનસાદેવી ના પુરાણા મંદિરમાં જગ્યાના મહંત નિર્મળદાસ બાપુ ની ઉપસ્થિતિમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવ ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવાયો.આ પ્રસંગે આઠમના દિવસે નવચંડી યજ્ઞ તથા કુંવારીકા નું સમૂહ પ્રસાદ ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોરવાવ ગીર,ભોજદે ગીર અને સાંગોદ્રા તથા આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં બાળાઓએ પ્રસાદીનો લાભ લીધો હતો. સાસણ રોડ ઉપર હિરણ નદીના કાંઠે રમણીય સ્થાન ઉપર આવેલ ઉદાસીન આશ્રમમાં મનસાદેવી માતાજી તથા શ્રી ચંદ્ર ભગવાન તથા હનુમાનજીના વર્ષો પુરાણા મંદિર છે.સંતો મહંતો તથા ભાવિકોએ ઉદાસીન આશ્રમમાં ઉજવાયેલ ચૈત્રી નવરાત્રી મહોત્સવ માં ભાગ લઈ માતાજીની સેવા આરતીનો ધર્મ લાભ લીધો હતો.નવરાત્રી મહોત્સવમાં પધારેલ તમામ ભાવિકોને જગ્યાના મહંત પૂ.પા.નિર્મળદાસબાપુ એ મંગળ આશિષ આપ્યા હતા.
- Advertisement -
મનસાદેવી આશ્રમ સંતોની તપોભૂમિ છે
તાલાલા-સાસણ રોડ ઉપર સાંગોદ્રા ફાટક પાસે આવેલ ઉદાસીન સંપ્રદાયની કુળદેવી માં મનસાદેવી આશ્રમ બ્રહ્મલીન સંત સોભરનદાસ બાપુના ગુરુજી રામદાસ બાપુ એ સ્થાપના કરી છે.આ મંદિર અતિ પુરાણું છે.ગુરુ રામદાસ બાપુ તથા સોભરનદાસ બાપુ ની તપોભૂમિ છે.સાસણગીર વિસ્તારના બોરવાવ ગીર,ભોજદે ગીર અને સાંગોદ્રા ગીર વિસ્તારના ભાવિકોનું આસ્થાનું પ્રતીક તાલાલા પંથકનું સુપ્રસિદ્ધ રમણીય પુરાણી હોય અહીંથી પસાર થતા ભાવિકો તથા ટુરીસ્ટો અચૂક આશ્રમમાં આવેલ મંદિર અને દેવાલયના દર્શનનો લાભ લઈ રહ્યા છે.જગ્યાના મહંત પૂ.પા.શ્રી નિર્મળદાસ બાપુ,સાધુ,સંતો,ભક્તો આશ્રમમાં યથાર્થ સેવા પૂજા સાથે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.