આ વર્ષે રામનવમીએ રવિપુષ્યામૃત યોગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
30 માર્ચ ચૈત્ર સુદ એકમને રવિવારના દિવસથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે ,જ્યારે 6 એપ્રિલને રવિવારના દિવસે ચૈત્ર નવરાત્રીની પુર્ણાહુતી થશે, આમ,રવિવારે ચૈત્ર નવરાત્રી શરૂ થતા હોવાથી નવદુર્ગા માતાજી હાથી ઉપર સવાર થઈને પધારશે, હાથીને સુખ સમૃદ્ધિ, શક્તિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે નવમું નોરતું રવિવારે હોવાથી માતાજીની વિદાય પણ હાથી ઉપર સવાર થઈને વિદાય લેશે આને પણ શુભ માનવામાં આવે છે આમ રવિવારે આગમન અને રવિવારે જ વિદાય આથી આ વર્ષે ચૈત્ર નવરાત્રી અતિ ઉત્તમ અને શુભ ફળ આપનાર બનશે
વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તેમાં ચૈત્ર નવરાત્રી ને રામ ભગવાન ના નોરતા માનવામા આવે છે.તારીખ 2 એપ્રિલ અને બુધવારે શ્રી પંચમી છે ,આથી આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા શ્રી યંત્રની પૂજા કરવી ઉત્તમ રહેશે.5 એપ્રિલ ને શનિવારે દુર્ગાષ્ટમી છે આ દિવસે પણ કુળદેવીની પૂજા માતા નવદુર્ગા ની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર બનશે ચૈત્ર નવરાત્રીમાં રામનવમીના દિવસે આખો દિવસ અને રાત્રી રવિપુષ્યામૃત યોગ છે.જેથી આ દિવસ પૂજા, પાઠ, જપ, તપ અને ખરીદી માટે ઉત્તમ ગણાશે
ચૈત્ર નવરાત્રી દરમિયાન રામચરિત્ર માનસના પાઠ કરવા સુંદરકાંડના પાઠ કરવા હનુમાન ચાલીસાનાં પાઠ કરવા પણ ઉત્તમ ગણાય છે ચૈત્ર નવરાત્રીને રામ ભગવાનના નોરતા ગણવામાં આવે છે તે ઉપરાંત કુળદેવીને પૂજા કરવી કુળદેવીની ના જપ કરવા ગુરુ મંત્ર ની માળા કરવી મંત્ર ના જપ કરવા પણ ઉત્તમ ફળ આપનાર બને છે તે ઉપરાંત ચૈત્ર નવરાત્રી દરમિયાન નવર્ણ મંત્ર ના જપ કરવા પણ ઉત્તમ ફળ આપનાર ગણાય છે
આ વર્ષે એક નોરતાની ઘટ, સોમવારે બે નોરતા ભેગા
આ વર્ષે ચૈત્ર નવરાત્રી મા એક નોરતુ ઘટે છે સોમવારે બીજું નોરતું અને ત્રીજું નોરતું ભેગા છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીની પૂજા કરી વિવિધ ભોગ ધરાવી શકાય રવિવારે પહેલું નોરતું છે. શૈલપુત્રીની પૂજા, ખીર તથા પૂરીનો ભોગ લગાવી શકાય.
સોમવારે બીજું નોરતું અને ત્રીજું નોરતુ ભેગા હોવાથી બપોરના માં બ્રહ્મચારીની પૂજા કરી અને તેની વાનગી ધરાવી અને સાંજના દિવસ આથમ્યા પછી માં ચંદ્રઘંટા ની પૂજા કરી તેની વાનગી ધરાવી.
સોમવારે બીજું નોરતું: બ્રહ્માચારિણી માતાની પૂજા- દૂધના પેંડાની મીઠાઈ ધરવી.
સોમવારે ત્રીજું નોરતું: ચંદ્રઘંટાની પૂજા શ્રીફળ, તેમાંથી બનાવેલી વાનગી ધરવી.
મંગળવારે ચોથું નોરતું: કુષ્માંડા માતાજીની આરાધના સાકરવાળું મીઠું દૂધ ધરવું.
બુધવારે પાંચમું નોરતું : સ્કંદ માતાની પૂજા – તલની વાનગી ધરાવવી.
ગુરુવારે છઠ્ઠું નોરતું : કાત્યાયની માતાજીની પૂજા – ખીર અને પૂરી, મીઠું દૂધ ધરવું.
શુક્રવારે સાતમું નોરતું: કાલરાત્રિની આરાધના કરવી સાકરની પ્રસાદી ધરવી.
શનિવારે આઠમું નોરતું : મહાગૌરીની પૂજા કરી ખીર તથા પુરીનો ભોગ લગાવી શકાય.
રવિવારે નવમું નોરતું : સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવી, પંચામૃત નો ભોગ લગાવવો.