ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતની ચોખ્ખી પ્રત્યક્ષ કરવેરાની આવક વર્ષ 2025-26 દરમિયાન વાર્ષિક ધોરણે 6.33 ટકા વધીને રૂપિયા 11.89 ટ્રિલિયન થઈ છે.
ખાસ કરીને નોન-કોર્પોરેટ ટેક્સપેયર્સ તરફથી ભારે ઇન્ફ્લોને પગલે સરકારની તિજોરીમાં મોટા પ્રમાણમાં આવક થતી જોવા મળી છે, તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ તરફથી જાહેર કરવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું. નેટ કોર્પોરેટ ટેક્સની વસૂલાત 2.06 ટકા વધીને રૂપિયા 5.02 ટ્રિલિયન ડોલર થયું છે, જે નોન-કોર્પોરેટ ટેક્સ કે જે જેમાં વ્યક્તિગત, હિન્દુ અવિભક્ત કુટુંબ (ઇંઞઋ) વિવિધ કંપનીઓ, અને અન્ય એન્ટીટીઝનો સમાવેશ થાય છે તે 10.49 ટકા વધીને રૂપિયા 6.56 ટ્રિલિયન થયું છે. સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્સન ટેક્સમાંથી થતી વસૂલાત 0.81 ટકા વધીને રૂપિયા 30,878.46 કરોડ થઈ છે. જ્યારે અન્ય માઈનોર ટેક્સિસ અંતર્ગત 86.36 ટકા વધી રૂપિયા 293.68 કરોડ થઈ છે.
- Advertisement -
કૂલ પ્રત્યક્ષ કરવેરાની વસૂલાત 2.36 ટકા વધીને રૂપિયા 13.92 ટ્રિલિયન થયું છે, જે ગયા વર્ષની સમાન અવધિમાં 13.6 ટ્રિલિયન રૂપિયા હતી. બીજી બાજુ રિફંડનું પ્રમાણ 15.98 ટકા ઘટીને રૂપિયા 2.03 ટ્રિલિયન થયું છે. જે અગાઉના વ્યાપક રિફંડ સ્પેસની તુલનામાં આઉટગોનું પ્રમાણ મધ્યમ પ્રમાણમાં રહ્યું છે. કોર્પોરેટ રિફંડ રૂપિયા 1.41 ટ્રિલિયન રહ્યું છે, જ્યારે નોન-કોર્પોરેટ ટેક્સપેયર્સને રિફંડનું પ્રમાણ ઘટીને રૂપિયા 62,359.29 કરોડ થયું છે. કરવેરા બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે કોર્પોરેટ ટેક્સ ગ્રોથમાં જે મંદીની સ્થિતિ છે તે ચોક્કસ સેક્ટરમાં નફાકારકતાનો ટ્રેન્ડ નબળો હોવાનું પ્રતિત કરાવે છે તથા ઊંચા મૂડીગત ખર્ચની સાથે સંકળાયેલ ડિપ્રેસિએશન ક્લેમ લિંક્ડને પણ પ્રતિબિંબિત કરે છે.